ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા થઇ 144, 11ના મોત

સોમવાર, 6 એપ્રિલ 2020 (12:16 IST)
ચીનના વુહાના શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. ભારતમાં કોરોના વાયરસના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 144 સુધી પહોંચી ગઇ છે. સોમવારના આંકડા અનુસાર અમદાવાદમાં 64 (5ના મોત), સુરત 17 (બેના મોત), વડોદરામાં 12 (1નું મોત), ભાવનગરમાં 13 (બેના મોત), પંચમહાલમાં 1 (1નું મોત), ગાંધીનગર 13, રાજકોટ 10, પોરબંદર 3, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પાટણ 2, કચ્છ 2, છોટાઉદેપુર 1, મોરબી 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. 
કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. 
24 કલાકમાં 32ના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 4000ને પાર
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના દર્દીઓનો આંકડો ચાર હજારને ઓળંગી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 109 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4067 લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ આ વાયરસમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 232 છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બન્યા છે જ્યારે 693 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા દેશમાં જાહેર કરાયેલું 21 દિવસનું લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે કોરોના વાયરસને રોકવા માટે પ્રશાસન દ્વારા શક્ય તમામ પ્રયત્ન કરાઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર