ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ, ટાસ્કફોર્સની રચના કરાઇ

Webdunia
શનિવાર, 5 ડિસેમ્બર 2020 (11:47 IST)
ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે  તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
 
રાજ્યના મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
 
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article