સુરતના કાપડ માર્કેટ આગ લાગતાં નાસભાગ, સમયસૂચકતાના લીધે જાનહાનિ ટળી

શનિવાર, 5 ડિસેમ્બર 2020 (08:52 IST)
સુરતના પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની કાપડની ચાર દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડે ફાયરને જાણ કરતા 8 ફાયર સ્ટેશનના ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. શુક્રવારની રાત્રે 11:15 વાગ્યાની આસપાસ આગ લાગતાં માર્કેટમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગ ઉગ્ર બની ગઇ હતી. પરંતુ લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 
 
મળતી માહિતી અનુસાર શુક્રવારે મોડીરાત્રે સુરતના પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેમાં ટેક્સટાઇલ્સની ચાર દુકાનો આગની લપેટમાં આવી ગઇ છે. જેમાં 4 દુકાનોનું ફર્નિચર, સાડીનો જથ્થો, વાયરીંગ, કોમ્યુટર, એસી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ જાનહાનિ પહોંચી નથી. 
 
બીજા માળે આવેલી દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. તે દરમિયાન નીચેની દુકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી લીધી હતી. જોકે સમયસર ફાયરબ્રિગેડને જાણ કરવામાં મોટું માલહાનિ અને જાનહાનિ સર્જાઇ નોંધાઇ નથી. ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર