ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે હાઈવે પર પોસ્ટ ઓફીસના મહત્વના દસ્તાવેજો ઉડતા દેખાયા

Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (11:25 IST)
ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ આશાપુરા ચોકડી પાસે પોસ્ટ ઓફિસના મહત્વના દસ્તાવેજો રોડ પર ઉડતા જોવા મળ્યા હતા.પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક લખેલા કાગળો રસ્તા પર દેખાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો વિચારતા થઈ ગયાં હતાં. આ દસ્તાવેજો કેશોદ તરફના લોકો હોવાનું માનવા આવી રહ્યું છે. જોકે ખરેખર તો આ દસ્તાવેજ કોઈએ હાઈવે પર ફેંક્યા છે કે પછી વાહનમાંથી પડી ગયા છે, તે તે હવે પોસ્ટઓફિસના અધિકારીઓ જ સ્પષ્ટ કરશે.

સંબંધિત સમાચાર

Next Article