ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ 3ના મોત

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2024 (12:33 IST)
godown fire
ગુજરાતના નવસારી જિલ્લાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

<

ગણદેવીના દેવસર નજીક આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આગને કારણે ગોડાઉનમાં કામ કરતાં લોકો ફસાયા, બે લોકોના મોત થયા હોવાની આશંકા

બીલીમોરા ગણદેવી નવસારી ચીખલી સહિતના ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા, બીલીમોરા પોલીસ ઘટના સ્થળે પહોંચી pic.twitter.com/7TWsVBoL5O

— DD News Gujarati (@DDNewsGujarati) November 9, 2024 >
 
DySP ભગીરથસિંહ ગોહિલે કહ્યું કે, ઘટનાની જાણ થતાં અમારો પોલીસ સ્ટાફ અને ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલું છે. લગભગ આગ કાબૂમાં આવી ગઇ છે. અત્યારે ત્રણ ડેડબોડી બહાર કાઢી છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તો છે. જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી હોવાથી વલસાડ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે લોકોને લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે બચાવ કામગીરી ચાલું છે.
 
મળતી માહિતી મુજબ, ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તેણે તુરંત આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયાં છે, તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. 

સંબંધિત સમાચાર

Next Article