ભારતના ટોચના દાનવીરોની હુરુનની યાદીમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ ક્યા સ્થાને જાણો

શુક્રવાર, 8 નવેમ્બર 2024 (18:22 IST)
hurun india rich list- હુરુન ઇન્ડિયા તથા ઍડલગિવ ફાઉન્ડેશને વર્ષ 2024માં દેશના ટોચના દાતાઓની યાદી બહાર પાડી છે. જેમાં 203 સખાવતીઓ તથા સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમણે કુલ રૂ. 8 હજાર 783 કરોડનું દાન કર્યું છે.
 
જેમાંથી 93 દાનવીરોને પહેલી વખત સ્થાન મળ્યું છે, તેમણે રૂ. 1556 કરોડનું દાન આપ્યું છે.
 
જેમાં રૂ. 2153 કરોડના દાન સાથે શિવ નાદર ફાઉન્ડેશન ટોચ ઉપર છે. તેઓ સળંગ ત્રીજા વર્ષે આ યાદીમાં ટોચ ઉપર રહ્યા હતા. તેમણે દૈનિક સરેરાશ રૂ. પાંચ કરોડ 90 લાખની સખાવત કરી હતી.
 
રિલાયન્સ ફાઉન્ડેશન થકી મુકેશ અંબાણીના પરિવારે રૂ. 407 કરોડનું દાન કર્યું છે.
 
બજાજ પરિવાર (રૂ. 352 કરોડ), કુમાર મંગલમ્ બિરલા પરિવારે (રૂ. 334 કરોડ)નું દાન કર્યું છે.
 
રૂ. 330 કરોડના દાન સાથે ગૌતમ અદાણીનું ફાઉન્ડેશન પાંચમા ક્રમે છે.
 
નિલેકણી દંપતીનો દેશના ટોચના દાતાઓમાં સમાવેશ થાય છે. પતિ નંદન (રૂ. 307 કરોડ) તથા રોહિણી (રૂ. 154 કરોડ) અનુક્રમે છઠ્ઠા અને 10મા ક્રમે રહ્યા છે.
 
ઇન્જેક્શન બનાવતી કંપની સાથે જોડાયેલા ક્રિષ્ના ચિવુકુલ્લા (સાતમા ક્રમે) ઉપરાંત સુષ્મિતા અને સુબ્રતો બાગચીએ (નવમા ક્રમે) ટોચના 10 દાતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે અનુક્રમે રૂ. 228 તથા રૂ. 179 કરોડની સખાવત કરી હતી.
 
શહેરવાર દાતાઓમાં અમદાવાદમાં નવ છે, જેમાં ચારને પહેલી વખત સ્થાન મળ્યું છે. સુરતમાં ત્રણ દાતા ટોચના છે. જેમાં સવજીભાઈ ધોળકિયા ટોચ ઉપર છે. જેમણે રૂ. 44 કરોડની સખાવત કરી હતી.
 
યુવા દાતામાં એશિયન પેઇન્ટ્સ સાથે જોડાયેલા વિવેક વકીલ (રૂ. આઠ કરોડ), વરૂણ અમર વકીલ (રૂ. સાત કરોડ), ભૈરવી વકીલ (રૂ. આઠ કરોડ) અને અમૃતા વકીલે રૂ. સાત કરોડની સખાવત કરી છે. જે તેમણે પરિવારના ટ્રસ્ટ મારફત કરી છે.
 
નિખિલ કામત (38 વર્ષ, રૂ. 120 કરોડ) તથા વૅક્સિનનિર્માતા કંપનીના આદર પુનાવાલાએ રૂ. 142 કરોડનું દાન કર્યું છે. બંનેએ પોત-પોતાના ફાઉન્ડેશન મારફત ડૉનેશન કર્યું છે.
 
જે કંપનીઓના સ્થાપકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેઓ કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટી 28 સીધા જ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હતા.
 
સીએસઆરની દાતા કંપનીઓમાં લિસ્ટેડ કંપનીઓનો ફાળો 54 ટકા તથા અને અનલિસ્ટેડ કંપનીઓની ટકાવારી 46 ટકા જેટલું હતું.
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર