ગુજરાતમાં કોરોનાના વધતાં જતાં સંક્રમણને રોકવા રાજય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે હજુય લોકો કોરોનાને ખુબ જ હળવાશથી લઇ રહ્યાં છે.માસ્ક નપહેરનારાં સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે.એટલું જ નહીં, એક હજાર રૂપિયા દંડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે હવે રીક્ષાચાલકો,કેબ,ખાનગી વાહનોમાં ડ્રાઇવર જ નહીં,પણ મુસાફરો માટે માસ્ક ફરજિયાત કર્યુ છે.રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના રોજ 1100થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. આ સિૃથતી વચ્ચે લોકો માસ્ક પહેરે તે માટે રાજ્ય સરકારે દંડની રકમમાં વધારો કરીને કડકાઇ દાખવી છે જેમકે, શરૂઆતમાં માસ્ક ન પહેરવા માટે રૂા.200 દંડની જોગવાઇ હતી પણ હાઇકોર્ટની ફટકાર બાદ માસ્ક ન પહેરનારાં પાસે રૂા.1 હજાર દંડ લેવા સરકારે નક્કી કર્યુ છે.આમ છતાંય લોકો હજુય માસ્ક પહેરતાં નથી. લોકો જ નહીં, પણ રિક્ષાચાલકો,ખાનગી વાહનોના ડ્રાઇવર માસ્ક પહેરતાં નથી. આ બાબત સરકારને ધ્યાને આવી છે.આ જોતાં રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને એવો નિર્ણય કર્યો છેકે, રિક્ષાચાલકો,કેબ,ખાનગી વાહનોના ડ્રાઇવરોએ જ નહીં, મુસાફરોએ પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો આ નિયમનો ભંગ કરાશે તો મુસાફરો જ નહીં,વાહનચાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે. અમદાવાદમાં લાખોની સંખ્યામાં રીક્ષાઓ છે ત્યારે હજારો-લાખો ડ્રાઇવરો કોરોનાની મહામારીને જોતાં ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડયો છે. આ તરફ,રાજ્ય આરોગ્ય વિભાગે એવોય નિર્ણય કર્યો છેકે,મોલ અને શો રૂમમાં ય લોકો માસ્ક પહેરતા નથી.મોટાભાગના મોલ્સ અને શો રૂમ સેન્ટ્રલી એરકન્ડીશર હોય છ જેથી કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે. આ જોતાં રાજ્ય આરોગ્ય વિભાગે મોલ અને શો રૂમમાં ય માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ છે.મોલ અને શો રૂમમાં માસ્ક પહેર્યા વિના કોઇને પ્રવેશ ન આપવા સૂચના અપાઇ છે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવા નક્કી કરાયુ છે. આમ,કોરોનાની સિૃથતીને જોતાં હવે લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર કડકાઇ દાખવી રહી છે.