અમદાવાદમાં કોરોનાનો અજગર ભરડો, દિવસ કરતાં રાત્રે દર્દીઓ વધુ આવે છે, સિવિલ હોસ્પિટલમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઈટિંગમાં

Webdunia
ગુરુવાર, 8 એપ્રિલ 2021 (14:41 IST)
કોરોનાને કારણે અમદાવાદની સ્થિતિ ભયાનક બની રહી છે, જેમાં હવે મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે. આ બધાની સાથે હવે અમદાવાદ નજીકની હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવે એવી સ્થિતિ છે.અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે.

ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે, જેને કારણે હવે નવા દર્દી માટે શું કરવું એ ચિતાનો વિષય બન્યો છે. આ માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. એની સાથે સાથે ત્યાં દર્દીનાં સ્વજનો પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં.

સંબંધિત સમાચાર

Next Article