ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાન એ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી
- ગુજરાત સાથે બિપરજોય વાવાઝોડું ટકરાયું, અડધી રાત સુધી લૅન્ડફોલ ચાલુ રહેશે, છથી સાત કલાક સુધી ચાલુ રહેશે પ્રક્રિયા.
- ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ હતું કે, "કચ્છમાં પવનની ગતિ 108 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ રહી"