સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુ દર્દીઓના મોત

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (14:20 IST)
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુ દર્દીઓના મોત કોરોનાથી  સુરત શહેરમાં સ્થિતિ અતિ ગંભીર બની છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતા સ્થિતિ વધુ દયનિય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર એક મિનિટે બે કોરોના સંક્રમિત દર્દીઓ ક્રિટીકલ કન્ડિશનમાં પહોંચી રહ્યા છે.સુરત શહેરમાં ચારે તરફ 108 નો ધમધમાટ સંભળાઈ રહ્યો છે.
 
સુરત શહેરની અંદર ગયા વર્ષે જે સ્થિતિ હતી. તેના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ સર્જાય છે.વહીવટી તંત્ર ભલે ખુલીને કોઈ વાત ન કરતો હોય પરંતુ સુરત શહેરની અંદર નું મૃત્યુ આંક ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરના અન્ય ખાનગી હોસ્પિટલ ની સ્થિતિ શું હશે, તે આપણે આંકડાઓ ઉપરથી સમજી શકે છે.
 
સુરત સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર કોરાણા સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાતી અડીને આવેલા નવાપુર અને નંદુરબાર જિલ્લા ની સ્થિતિ ખુબ જ ભયંકર થઈ છે નંદુરબાર જિલ્લા માંથી દર્દીઓ સતત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. સમગ્ર નંદુરબાર શહેરમાં ગટરની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ત્યાં દર્દીઓને સારવાર મળી નથી . મહારાષ્ટ્ર  સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થઇ રહી છે. ગુજરાતને અડીને આવેલા નવાપુર અને નંદરબાર તરફથી  કોરોના સંક્રમિત દર્દીઓ મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવી રહ્યા છે. જેને કારણે પણ શહેરની સ્થિતિ ઉપર તેની અસર વર્તાઈ રહી છે.
 
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે લોકોએ હવે પોતે સુરક્ષિત રહેવાની જરૂર છે. રાજ પ્રકારની સ્થિતિ હશે તો આગામી એક સપ્તાહમાં શહેરમાં લાશોના ઢગલા જોવા મળી શકે છે. જે વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો કરશે.હાલ અત્યારે પણ શબવાહિનીઓ અને એમ્બ્યુલન્સ કલાકો સુધી સ્મશાન ગૃહની બહાર લાંબી કતારમાં જોવા મળી રહી છે.
 
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી અપીલ કરી કે પોતે જ પોતાના રક્ષક બનો સિવિલ હોસ્પિટલની અંદર સ્થિતિ ખૂબ જ ગંભીર થઇ રહી છે. યુવાનોના મોત નો આંકડો પણ હવે વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. યુવાનોએ પણ ખાસ કાળજી લેવાની જરૂર છે. કે કોરોના સંક્રમણ શહેરમાં વધતા હવે કોઈના ઉપર દોષનો ચાલવા કરતાં પોતે જ પોતાની સુરક્ષા કરવી હિતાવહ છે. સમાજના લોકોને પણ હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી કે સુરત હોસ્પિટલમાં સેવા કરવા માટે તેઓ પણ આગળ આવે.
 
સુરત સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ભયાવહ દેખાઈ રહ્યા છે લોકો પોતાના સગા વ્હાલાઓને ખાવાનું આપવા માટે લાંબી કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.સુરત સિવિલ હોસ્પિટલની અંદર દર એક મિનિટે 2 કોરોના સંક્રમિત દર્દીઓ કે જે ખૂબ જ ક્રિટિકલ કન્ડીશનમાં હોય તેવો આવી રહ્યા છે. જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો વહીવટીતંત્ર માટે કોરોના સંક્રમણ રોકો કાબુ બહાર જઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article