- મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે
- દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
- મેનીફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા જાહેર થશે.
ગુજરાત ભાજપમાં વિવાદ વચ્ચે મેનીફેસ્ટોની બેઠક માટે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે. જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બીજેપી મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે. જેમાં મેનીફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા જાહેર થશે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે. 19 એપ્રિલના દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ પહેલાં ભાજપ પોતાનું ચૂંટણી મેનીફેસ્ટો રજુ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સભ્ય છે અને તેના માટે તેઓ આજે દિલ્હી જશે. આ દરમિયાન મુખ્યમંત્રી દિલ્હીમાં ભાજપ મેનીફેસ્ટોની સમિતિની બીજી બેઠકમાં ભાગ લેશે.
જેમાં દિલ્હીમાં રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે અને તેઓ તેમાં હાજર રહેશે.બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ છે. જેના બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રાજકોટ બેઠકથી રદ્દ થાય તેવી માંગણી કરી છે. બીજી તરફ રૂપાલા પણ હાલ દિલ્હીમાં છે. જેના કારણે ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે. આ અગાઉ પણ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ, તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા હતા.