બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરી દિવસ રાત રોજના 700 લેખે અત્યાર સુધી 21000 ટેસ્ટ કરાયા

Webdunia
સોમવાર, 11 મે 2020 (12:25 IST)
દર્દીને કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ...? તે નક્કી કરતી બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ અત્યારે 24 કલાક ધમધમે છે. રોજના ૭૦૦થી૮૦૦ ટેસ્ટ કરતી  આ લેબે અત્યાર સુધીમાં ૨૧૦૦૦ ટેસ્ટ કર્યા છે આ સ્વયં એક રેકોર્ડ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે... તેનો મક્કમ પડકાર કરવા રાજ્ય પ્રશાસન હકારાત્મક અને ખૂબ સંવેદનાથી કામ કરે છે.. પરંતુ નાગરિકોના ટેસ્ટ પોઝીટીવ છે કે નહીં તે પ્રક્રિયા બી.જે મેડીકલ કોલેજ સંકુલમાં આવેલી માઈક્રો લેબ કરે છે. અહીં  રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રહે છે.
 
 
લેબના ઈન્ચાર્જ ડોક્ટર  પ્રણય  શાહ કહે છે કે અગાઉ આ લેબમાં પ્રતિદિન 150 - 200 જેટલા કેસ થતા હતા, પરંતુ કોરોનાનું સંક્રમણ વધવાના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમને એવી તાકીદ કરી કે આ ટેસ્ટ ની દૈનિક મર્યાદા વધારો... એટલે અમે આ મર્યાદા 200 થી વધારીને 500 કરી અને આજે અમે પ્રતિદિન 700 જેટલા ટેસ્ટ કરીએ છીએ...' આ સાથે ગુજરાત રાજ્ય માં ૧૯ સરકાર ના તાબા હેઠળ ની અને  ૬ પ્રાઇવેટ લેબોરેટરી માં થઇ ને રોજ ના ૫૦૦૦ થી વધુ ટેસ્ટ થાય છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ લેબમાં ફેક્ટલ્ટીથી માંડીને વર્ગ-૪ના સેવકો સુધી સૌનો રોલ મહત્વનો  છે ત્યારે 24 કલાક ૮૦  થી વધુ  લોકો સતત આ કામગીરીમાં પ્રવૃત્ત રહે છે.
 
ડોક્ટર શાહ કહે છે કે 'સામાન્ય રીતે કોરોનાનું સંક્રમણ  વધુ નથી એવી જગ્યાએ Pooled test  પણ કરી શકાય  છે. આ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે ૧૦ લોકોમાંથી સેમ્પલ નું એક સરખું માપ લઈને દરેકમાંથી ચોક્કસ કિસ્સો ભેગો કરી અને તેનો ટેસ્ટ કરાય છે અને તેને આધારે કોરોના પોઝીટીવ છે કે  નેગેટિવ તે નક્કી કરાય છે અને 
દુનીયાના ઘણા દેશોમા આ રીત અમલમાં છે, પરંતુ અમદાવાદ જેવા hotspot વિસ્તારમાં આ પ્રક્રિયામાં નથી એટલે અહીં તો પ્રત્યેક વ્યક્તિનો  અલગ ટેસ્ટ કરવામાં  આવે છે. RT-PCR એટલે કે (Reverse Transcriptase  Polymerase Chain Reaction) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં એક સાયકલનું 6:30 કલાકે રીડિંગ આવે છે...એવી કુલ ૧૦ સાયકલ લેવાય છે અને તેને પગલે રોજના ૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.
 
આ ટેસ્ટ કરવામાં પણ અત્યંત સાવચેતી તકેદારી રાખવામાં આવે છે. વોર્ડમાંથી  લેવામાં આવેલા સેમ્પલ વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા માં મૂકી કોલ્ડ ચેઈન મારફતે લેબમાં લાવવામાં આવે છે. અહીં તે ચકાસવામાં આવે છે કે આ સેમ્પલ ઝીપ લોક બેગમાં છે કે નહીં...એ પછી આ સેમ્પલ biosafety કેબિનેટમાં ખોલવામાં આવે છે... 
PPE કીટ પહેરેલી વ્યક્તિ કેબિનેટમાં જ સેમ્પલ ઓપન કરે છે... અને તેના પર પ્રોસેસ હાથ ધારી રિઝલ્ટ આપવામાં આવે છે.
 
કોરોનાના દર્દીઓની સારવાર કરતાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ ખુબજ મહત્વ નું કામ કરે છે અને તેટલું જ મહત્વનું કામ આ લેબમાં કામ કરતા કર્મ  વીરોનું છે.

સંબંધિત સમાચાર

Next Article