તરછોડાયેલા માતાને મળી માતાની હૂંફ, કોર્પોરેટર દીપ્તિબેને બાળકના માતાપિતા ન મળે ત્યા સુધી સંભાળની લીધી જવાબદારી

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (14:27 IST)
ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે
 
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેઓ દોડીને દરવાજા તરફ ગયા હતા. દરવાજા પાસે બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત બાળકને તેડી લઈ તેને શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેને ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.
 
પંચનામા અનુસાર NCB અધિકારી આશિષ રંજન પ્રસાદે આર્યન અને અરબાઝને પૂછપરછ કરવાનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રસાદે બંનેને NDPS એક્ટની કલમ-50 વિશે સમજાવ્યું.  NCB એ આર્યન અને અરબાઝને વિકલ્પ પણ આપ્યો કે જો તેઓ ઈચ્છે તો તેમની ચકાસણી ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટની સામે લઈ શકાય છે, પરંતુ બંનેએ ના પાડી દીધી. 
 
ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ મેળવતા રહ્યા હતા. દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખસને જલદી જ પકડી લઈશું. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાજપનાં મહિલા કોર્પોરેટર તેમના પતિ અને મહિલા પોલીસ ગઈકાલ રાતથી જ બાળકની સંભાળ લઈ રહ્યાં છે

સંબંધિત સમાચાર

Next Article