કોરોના સંકટ સમયે મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય જતા પર બોજ પડવા જઈ રહ્યો છે. એક જુલાઈ એટલે કે ગુરૂવારે અમૂલ દૂધ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થઈ જશે. ગઈકાલથી જ દેશના બધા રાજ્યોમાં નવા રેટ સાથે અમૂલ દૂધ મળશે.
મતલબ 1 જુલાઈથી દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, પ.બંગાળ સહિત અન્ય રાજ્યોમાં અમૂલ દૂધ મોંઘા ભાવે મળસહે. લગભગ દોઢ વર્ષ પછી અમૂલ તરફથી ભાવ વધારો થયો છે. મળતી માહિતી મુજબ નવા ભાગ લાગૂ થયા પછી અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લીટર રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકોના કામકાજ પર અસર પડી છે. આ દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે. જેને અસર દૂધના રેટ પર પડી રહી છે.