અમિત શાહ ભાજપના 47 ઉમેદવારો નક્કી કરશે, કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ નથી

Webdunia
ગુરુવાર, 3 નવેમ્બર 2022 (15:26 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે, જેમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ બેઠકમાં 182 બેઠક પર ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થશે.

182 બેઠક માટે ઉમેદવારોનાં નામો નક્કી કરવા ગુરુવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે. આજે મળનારી બેઠકમાં 47 બેઠક પર ઉમેદવારો નક્કી થશે.જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. આપ દ્વારા ગુજરાતની જનતા સુધી પહોંચવા માં અમારો પ્રયાસ હતો તે સારી રીતે થયો છે. ઇતિહાસમાં પહેલી વાર કોઈ પક્ષે ચૂંટણીની તારીખ પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે. અમે લોકોને ગેરંટીઓ આપી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે અને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે ગુજરાતની પ્રજાના મત લઈને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે. આવતીકાલે આપનો મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર થશે. ગુજરાતની જનતા આપને આ વખતે જીતાડશે. પાંચ વર્ષ પછી આ વિકલ્પ મળ્યો છે જેને ગુજરાતની જનતા સ્વીકારશે.

સંબંધિત સમાચાર

Next Article