નવસારીના સાંસદ સીઆર પાટીલને પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવતાં તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઆર પાટીલ પાટીદારોના અનામત આંદોલનને જડમૂળથી ખતમ કરી દેશે. તેના ભાગરૂપે મધ્ય ગુજરાત અને સુરતમાં મેગા રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. સાંસદ સીઆર પાટીલના સ્વાગતન માટે 24 જુલાઇના રોજ આયોજિત કાર રેલીમાં 4 હજારથી વધુ કાર સામેલ થશે. સીઆર પાટીલ દિલ્હીથી સુરત આવશે.
તેમણે સન્માનમાં બપોરે 1:00 વાગે વાલક પાટીયા, કામરેજથી રેલી કાઢવામાં આવશે. સ્વાગત માટે નક્કી રૂટ પર 53થી વધુ અને શહેરમાં 100 હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. રેલી દરમિયાન વરાછા મિની બજારમાં માનગઢ ચોક પર સરદારની પ્રતિમા, ચોક બજારમાં ગાંધી અને વિવેકાનંદ સર્કલ પર વિવેકાનંદની પ્રતિમાને માળા અર્પણ કરશે. દરેક કારમાં ડ્રાઇવરસ સાથે વધુમાં વધુ 3 વ્યક્તિ બેસી શકશે. તમામ માટે માસ્ક લગાવવું ફરજિયાત છે.
રેલીમાં ફક્ત 10 બાઇક સામેલ થશે. તેમાં બે બાઇક પાયલોટિંગ કર્શે અને 8 બાઇક કારથી ઉતરનારાઓ પર નજર રાખશે. સીઆર પાટીલને ખાસ ઓપન જીપની વ્યવસ્થા કરી છે. જેને ઓર્ચિડ ફૂલથી શણગારવામાં આવશે. આ ઉપરાંત અન્ય 20 ઓપન જીપની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સાંસદ, મેયર અને કોર્પોરેટર સવાર હશે.
શક્તિ પ્રદર્શન રેલીમાં મોદીના રોડ શોમાં ઉપયોગ ન થઇ હોય તેવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે. હારને હાથને અડવાને બદલે ડ્રોન વડે 10 સ્થળો પર માળા અર્પણ કરવામાં આવશે. 200 કિલો ગુલાબના ફૂલની પાંખડીઓની વર્ષા થશે. રેલીમાં 20 ઢોળ અને ડીજે પણ હશે.