અલ્પેશ ઠાકોરની ચીમકી: DSPને કહો દારૂના અડ્ડા બંધ કરે નહિ તો પપ્પા સોટી લઈને આવશે

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (15:27 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુરથી ચૂંટણી જીતનાર અલ્પેશ ઠાકોરે સરકાર અને પોલીસ સામે બાંયો ચઢાવી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બાદ હવે અલ્પેશે પણ સરકારને ચીમકી આપી DSP નિરજ બડગુજરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અલ્પેશે DSP પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે ડિસાના આસેડામાં એક સભામાં આ પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે, DSPને કહેજો કે પપ્પા આવ્યા હતા અને દારૂનો અડ્ડો બંધ કરાવવાનું કહી ગયા છે, નહિતર પપ્પા છોડશે નહીં અને સોટી લઈને આવશે અને મારશે. અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં દારૂ બંધ કરાવવા જવાના છે.

તેણે ડિસામાં પ્રજા સામે કહ્યું હતું કે, મેં એવું સાંભળ્યું છે કે, તમારા DSP બહુ હપ્તા લે છે, એને એવું છે કે, બાપા બીજા નહીં આવે પણ આ સવાયો બાપ અહીં આવ્યો છે અને એના હું છોતરા કાઢી નાખીશ. મને એવું હતું કે, આ DSP ઈમાનદાર છે, પણ ભોળો ચહેરો કરીને મહિને 42 લાખનો બુટલેગરો પાસેથી હપ્તો લે છે.

સંબંધિત સમાચાર

Next Article