અમદાવાદ રિવરફ્રન્ટના ફેજ-2નો કાર્ય શરૂ, ડફનાળાથી ઇન્દીરા બ્રિજ સુધી બનશે

Webdunia
બુધવાર, 27 જાન્યુઆરી 2021 (11:11 IST)
અમદાવાદ રિવરફ્રન્ટ ફેજ-2ના કાર્યની શરૂઆત થઇ જાય છે. ડફનાળાથી ઇન્દીરા બ્રિજ સુધી લોઅર પ્રોમિનન્ટ અને વોલ બનાવવાનું ટેન્ડૅર મંજૂરી કરી દીધું છે. 800 કરોડના ખર્ચે 1250 મીટર લંબાઇમાં તમામ કામ કરવામાં આવશે. જેમાં ડાઇફ્રામ વોલ અને લોઅર પ્રોમેન્ટ સુધીનો અર્થ ફિલિંગ પર 40 કરોડનું ખર્ચ કરવામાં આવશે. 
 
જ્યારે લોઅર, મિડલ તથા અપર પ્રોમિનન્ટમાં રિટેનિંગ વોલ 36.42 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ વર્ક પાછળ 2.10 કરોડ ખર્ચ કરવામાં આવશે. જ્યારે ઇરિગેશન તથા હોલ્ટિકલ્ચર માટે 2.12 કરોડ ખર્ચ કરવામાં આવશે. તેના માટે 600 મીમી પહોળાઇ અને 50 ફૂટ ઉંડી ડાયાફ્રામ વોલ તૈયાર કરવામાં આવશે. અહીં ખાસકરીને બાળકોને રમતગમતની જગ્યા અને ઓપન જીમ હશે. 
 
ફેજ-2 હેઠળ આર્મી કેન્ટોમેન્ટ પાછળની જગ્યા હોવાથી કોન્ટેમેન્ટ બોર્ડ સાથે પણ એમઓયૂ કરવામાં આવ્યા હતા એમઓયૂ બાદ આર્મી તરફથી જરૂરી જમીન સાબરમતી રિવરફ્રન્ટને સોંપવાથી હવે ફેજ-2નું કામ શરૂ કરવામાં આવ્યું છે. કુલ 800 કરોડના ખર્ચે ફેજ-2નું કામ શરૂ કરવામાં આવશે. જેમાં પહેલું ટેન્ડર મંજૂરી કરી લેવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article