રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે! ચૂંટણી પહેલા કોંગ્રેસની મોટી તૈયારી, તખ્તો તૈયાર

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (17:03 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગગ્જોના આંટાફેરા વધી રહ્યા છે. એક તરફ કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ તથા પીએમ મોદી ખુદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને લઇને ફુલ ઓન તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સક્રિય થશે.ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધી ઝંપલાવશે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે. 25 સપ્ટેમ્બરની આસપાસ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન સભાનું પણ આયોજન થઇ શકે છે. આ દરમિયાન કોંગ્રેસના ઉચ્ચ નેતા અને હોદ્દેદારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

5 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.

સંબંધિત સમાચાર

Next Article