અગ્નિપથ મામલે રાહુલ ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવા જણાવ્યું

રવિવાર, 19 જૂન 2022 (15:36 IST)
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને રવિવારે પોતાનો જન્મદિવસ ન ઊજવવાની અપીલ કરી હતી.
 
રાહુલ ગાંધીએ એક સંદેશ જાહેર કરીને પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું છે કે દેશના યુવાનો પરેશાન છે અને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ યુવાનો સાથે ઊભા રહેવું જોઈએ.
 
ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવાર 52 વર્ષના થઈ જશે.
 
કૉંગ્રેસનેતા જયરામ રમેશે ટ્વિટર પર રાહુલ ગાંધીનો સંદેશ ટ્વીટ કર્યો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં માહોલ અત્યંત ચિંતાજનક છે
 
રાહુલ ગાંધીએ સેનામાં ભરતી માટે 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો તરફ ઇશારો કરતાં કહ્યું છે કે, "દેશના યુવાનો પરેશાન છે. આપણે હાલ તેમની અને તેમના પરિવારજનો સાથે ઊભા રહેવાનું છે."
 
"હું દેશના કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને પોતાના શુભચિંતકોને અપીલ કરું છું કે મારા જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરશો."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર