NRC મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન

Webdunia
શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (13:28 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર ગેરકાયદે વસતા લોકોને બહાર નીકાળવા માટે સમગ્ર દેશમાં નેશનલ સિટીઝન ચાર્ટર (NRC) લાગુ કરવાની યોજના બનાવી રહી છે. રૂપાણી પાટણ જિલ્લાના રાધનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધવા વિપક્ષ પર વાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગેરકાયદે વસતા લોકો પ્રત્યે આંખ બંધ રાખવાનો આરોપ લગાવ્યો છે.
CM રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે ગેરકાયદે લોકોને કાયમી ધોરણે ભારતમાં વસવા દીધા. કોંગ્રેસે એવી સ્થિતિ સર્જી કે, જેના કારણે દેશના નાગરિકોને ગેરકાયદે વસતા લોકોને કારણે નુક્સાની વેઠવી પડી. રૂપાણી રાધનપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારે અલ્પેશ ઠાકોર માટે પ્રચાર કરી રહ્યા હતા. રાધનપુર સહિત ગુજરાની 6 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી થવાની છે.
NRCને લઈને અગાઉ પણ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાની વાત રાખી છે. અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ NRCને લઈને મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, અસમની જેમ જરૂર પડશે, તો ઉત્તર પ્રદેશમાં પણ NRC લાગુ કરવામાં આવશે. યોગીએ જણાવ્યું હતું કે, NRC જેવા ઐતિહાસિક નિર્ણય માટે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા આપવી જોઈએ. NRCને તબક્કા વાર લાગુ કરવી જરૂરી છે. અગાઉ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ NRCને લઈને જણાવ્યું હતું કે, તેમના રાજ્યમાં પણ NRC લાગુ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article