વિસાવદર તાલુકાના કાલસારીમાં ત્રણ આંખ ધરાવતો વાછરડો જન્મ્યો

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:28 IST)
વિસાવદર તાલુકાના કાલસારી ગામે એક ખેડૂતની ગાયને 3 આંખવાળો વાછરડો જન્મ્યો હતો. જોકે, બેજ દિવસમાં તેનું મોત થયું હતું. આ વાછરડાને જોવા લોકો ઉમટ્યા હતા.વિસાવદર તાલુકાના કાલસારી ગામના ખેડૂત કચરાભાઇ અરજણભાઇ સુખડિયાનું ખેતર ગોવિંદપરા ગામની સીમમાં આવેલું છે. તે માલઢોર પોતાના ખેતરેજ રાખે છે. 4 દિવસ પહેલાં તેમની ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો. તેને જોઇ પરિવારજનો અચરજ પામ્યા હતા.

આ વાત ફેલાતાં ગામલોકો આ વિચિત્ર વાછરડાને જોવા ઉમટી પડ્યા હતા. પશુ ડોક્ટરને બોલાવતાં તેણે અભિપ્રાય આપ્યો હતો કે તે થોડા કલાકજ જીવશે. કારણકે 3 આંખ હોવાની સાથે તેનું મોઢું એક આંગળજ ખુલતું હતું. આથી તે દૂધ પી શકતો નહોતો. તેમની વાત સાચી ઠરી હતી. જન્મના બેજ દિવસ બાદ વાછરડો મૃત્યુ પામ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article