14-year-old teenager suffered a heart attack in his sleep- મીઠીરોહર ગામમાં એક કંપનીની વસાહતમાં રહેતા આ 14 વર્ષીય કિશોરને રાત્રિના દોઢ વાગ્યાના સમયે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, અને સતત ગભરામણ થઇ રહી હતી, આ પછી તેને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો પરંતુ રાત્રે અઢી વાગે હૉસ્પીટલ પહોંચે તે પહેલા જ તેનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ હતુ
ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ 40 વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો 58 વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું
આ તરફ સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા છે. વિગતો મુજબ અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના 43 વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે PM રિપોર્ટ બાદ મૃત્યુનુ યોગ્ય કારણ બહાર આવશે.