ઠંડી-ગરમી વચ્ચે વરસાદની થશે એન્ટ્રી

મંગળવાર, 7 નવેમ્બર 2023 (13:49 IST)
દિવાળી ના તહેવારમાં ઠંડી-ગરમી વચ્ચે વરસાદની થશે એન્ટ્રી. પરંતુ આ વચ્ચે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે . આજે 7 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આ વરસાદ કોઈ ધોધમાર વરસાદ નહિ હોય.
 
રાજ્યમાં હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરી છે. જેમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી તાપમાન તેમજ દિવસે 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગઇકાલે રાતે સૌથી ઓછુ વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.અમદાવાદમાં રાતે 20 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. ભેજના કારણે વાદળો અને ધૂમમ્સ રહેશે. ઉત્તર પૂર્વીય પવનના કારણે હાલ વાતાવરણ ઠંડુ છે.
 
ભારતીય હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. આ આગાહી અનુસાર ભારતના દક્ષિણી રાજ્યોમાં અને તેમાં પણ ખાસ કરીને કેરળમાં વરસાદ વરસવાની ઘણી જ સંભાવનાઓ છે.હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી છે પરંતુ આ વચ્ચે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે . આજે 7 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આ વરસાદ કોઈ ધોધમાર વરસાદ નહિ હોય.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર