કચ્છના જખૌ બંદરેથી એક હજાર કરોડનું ડ્રગ્સ અને 6 પાકિસ્તાની બોટ સાથે ઝડપાયા

Webdunia
બુધવાર, 22 મે 2019 (11:24 IST)
કચ્છના જખૌ બંદરેથી કોસ્ટગાર્ડે આશરે રૂ. 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 194 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. કોસ્ટ ગાર્ડને કહેવા પ્રમાણે 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 6 પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે. અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન કરતા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. જે બોટમાંથી ડ્રગ્સ પકડાયું છે તે બોટ પાકિસ્તાનમાં નોંધણી થયેલી છે, તેમજ તેનું નામ અલ મદિના છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની નાગરિકતા અંગેની હાલ તપાસ ચાલી રહી છે. 
પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ  પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને આપવાનું હતું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે કોસ્ટગાર્ડે માહિતી આપતા એડિશનલ ડિરેક્ટર જનરલ, (ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ) વીએસઆર મૂર્થિએ જણાવ્યું કેઆ વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડની આ બીજી સૌથી મોટી સફળતા છે. આ વર્ષે માર્ચમાં કોસ્ટ ગાર્ડે 100 કિલો હેરોઈન પક્ડયું હતું. સવારે નવ વાગ્યે કોસ્ટ ગાર્ડની બોટે અલ મદિના નામની બોટને પકડી પાડી હતી. બોટમાં છ પાકિસ્તાની ક્રુ સવાર હતા. 
આ બોટમાંથી 194 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરાયું છે. ક્રુએ અમને જણાવ્યું છે કે તેઓ કરાચી હાર્બરથી નીકળ્યા હતા. બે દિવસ પહેલા NTRO તરફથી કોસ્ટ ગાર્ડને બાતમી મળી હતી. જે બાદમાં અમે ત્રણ બોટ અને એક એરક્રાફ્ટની મદદથી બોટની શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે સવારે અમે જખૌ બંદર નજીકથી આ ડ્રગ્સ સાથેની બોટ પકડી પાડી હતી. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 950 હોવાનો અંદાજ છે."

સંબંધિત સમાચાર

Next Article