Raksha Bandhan 2021: આ રક્ષાબંધન ભાઈનો મોઢુ મીઠુ કરાવવા પંજીરી લાડુની સાથે નોંધ કરો ટેસ્ટી Recipe

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (09:40 IST)
Panjiri Ladoo Recipe- ભાઈ-બેનના પ્રેમ અને વિશ્વાસનો તહેવાર રક્ષાબંધન જલ્દી જ આવી રહ્યુ છે. તેથી બેનોએ તેમના આ તહેવારને ખાસ બનાવવાની તૈયારીઓ અત્યારેથી જ શરૂ કરી નાખી હશે. 
એક તૈયારીનો ભાગ છે ભાઈને ખવડાવતી મિષ્ઠાન. જી હા જો તમે પણ આ રાખી ભાઈનો મોઢુ કરાવવા માટે રસોડામાં કઈક જુદો ટ્રાઈ કરવા ઈચ્છે છે તો તરત બનાવો ટેસ્ટી અને હેલ્દી પંજીરી લાડુ. આવો જાણીએ શુ છે તેની સરળ રેસીપી. 
 
પંજીરી લાડુ બનાવવા માટે સામગ્રી 
- 500 ગ્રામ ઘઉંનો લોટ 
60 ગ્રામ સોજી 
એક બાઉલ સૂકો નરિયેળ 
10 ગ્રામ ચાર મગજ 
20-25 ગ્રામ કાજૂ 
20-25 ગ્રામ બદામ 
150 ગ્રામ ખાંડ 
450 ગ્રામ ઘી 
 
પંજીરી લાડુ બનવવાની વિધિ 
1. એક પેન લો તેમાં થોડો ઘી નાખો અને તેમાં મખાણા નાખી ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો. તેને બહાર કાઢી લો. અને બધા મખાણાને એક જુદી પ્લેટમાં ક્રશ કરી લો. 
2. હવે સોજીને ઘીની સાથે શેકવુ અને તેમાં લોટ નાખો. 
3. તેમાં ક્ર્શ મખાણા, સૂકા નારિયેળ, કાજૂ બદામ નાખો. 
4. હવે તેમાં ખાંડ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. 
5. હવે તમારા મનપસંદ આકારના લાડુ બનાવો. 
 

સંબંધિત સમાચાર

Next Article