ભારતીય હોકી ટીમનું ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર, સેમીફાઈનલમાં જર્મની સામે દિલ તોડનારી હાર

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (00:38 IST)
hockey
Indian Hockey Team Paris Olympics 2024: ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિક 2024ની સેમીફાઈનલમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. જર્મનીના માર્કો મિલ્ટકોએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને ટીમ ઈન્ડિયા પાસેથી જીત છીનવી લીધી હતી. એક સમયે સ્કોર 2-2ની બરાબરી પર હતો. પરંતુ તેના ગોલના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનિશ ટીમ સામે ટકરાશે.
 
હરમનપ્રીત સિંહે ઓપનિંગ ગોલ કર્યો હતો
મેચની શરૂઆતમાં ભારતને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ટીમ સફળતા મેળવી શકી ન હતી. આ પછી સાતમી મિનિટે ભારતીય કેપ્ટન હરમપ્રીત સિંહે કોઈ ભૂલ ન કરી અને પેનલ્ટી કોર્નરથી જોરદાર શૈલીમાં ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ જાળવી રાખી હતી.
 
જર્મનીએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી
બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ગોન્ઝાલો પેલેટે જર્મની માટે ગોલ કરીને મેચમાં સ્કોર 1-1 કરી દીધો હતો. ગોન્ઝાલોએ 18મી મિનિટે ગોલ કરીને ટીમને બરાબરી અપાવી હતી. આના થોડા સમય બાદ ક્રિસ્ટોફર રૂડે 27મી મિનિટે જર્મની માટે ગોલ કર્યો હતો. આ સાથે જ જર્મનીએ મેચમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. બીજો ક્વાર્ટર સંપૂર્ણપણે જર્મનીના નામે રહ્યો. ભારતીય ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો સર્જી હતી. પરંતુ ગોલ થઈ શક્યો ન હતો.
 
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય હોકી ટીમે આક્રમક રમત રમી અને જર્મન ડિફેન્સને ભેદવાનો સતત પ્રયાસ કર્યો. બધા ખેલાડીઓ એક થઈને રમ્યા. તમામ ભારતીય ખેલાડીઓ ઈચ્છતા હતા કે ટીમ કોઈક રીતે સ્કોર બરાબરી કરે. આ પછી 36મી મિનિટે સુખજિત સિંહે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમે જર્મન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને વિરોધી ટીમને એક પણ તક આપી ન હતી. ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરના અંતની થોડી મિનિટો પહેલાં જ ગોલ સ્વીકારી લીધો હતો. જર્મની માટે માર્કો મિલ્ટકોએ 54મી મિનિટે ગોલ કર્યો હતો. જેના કારણે ફરી એકવાર લીડ જર્મનીના ફાળે ગઈ અને જર્મનીએ 3-2થી મેચ જીતી લીધી. 

સંબંધિત સમાચાર

Next Article