બ્રિટીશ ફિલ્મ મેકર ડેની બોયલને તેમની ફિલ્મ સ્લમડોગ મિલેનિયોનર માટે બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મમાં મુંબઈ, ધારાવીની ઝુપડપટ્ટીનો એક છોકરો ટીવીના કિવઝ શોમાં લાખો ડોલર મેળવે છે. તેની દિલ ધડક કથા અને યશ મુંબઈના લોકોને જાય છે તેમ તેમણે ...
જેની ઊત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ આજે સવારે લોસ એન્જલસમાં રોમાંચક અને ભવ્ય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ આ વખતે સ્લમડોગ મિલિયોનેરે સપાટો બોલાવ્યો હતો. ઓસ્કારમાં ભારતના ડ્રીમની શરૂઆત થઇ હતી. ...
સંગીતકાર એ.આર રહેમાને ડેની બોયલની ફિલ્મ સ્લમડોગમાં સંગીત બદલ બે ઓસ્કાર એવોર્ડ જીતી ભારત માટે ઈતિહાસ રચ્યા બાદ સમગ્ર ભારતમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બોલિવુડના જુદા જુદા ક્ષેત્રના લોકોએ એવોર્ડ જીત બદલ જોરદાર સ્વાગત કર્યું છે. એવોર્ડ મળ્યા બાદ ...
સ્લમડોગ મિલિયોનેર ફિલ્મની ટીમ ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં છવાયેલી રહી હતી. પ્રતિષ્ઠિત એવોર્ડમાં કુલ આઠ એવોર્ડ જીતી સપાટો બોલાવનાર સ્લમડોગની સમગ્ર ટીમની ચર્ચા ચારેબાજુ સાંભળવા મળી હતી.
વિશ્વમાં કચકડાના કસબીઓને પારખનાર ઓસ્કાર એવોર્ડ આ વર્ષે જાણે કે ભારતનો રહ્યો. એમાં સંગીત ક્ષેત્રે એ.આર. રહેમાન તથા મિક્સીંગ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર રસુલ પુકુટીએ દેશનું નામ રોશન કર્યું. એમાં રહેમાનને સૌ કોઇ ઓળખે છે પરંતુ પુકુટીને નજીકથી ઓળખવા બ્લેકની ...