નવરાત્રિના દુર્લભ યોગ - 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી દેવી પૂજા, 58 વર્ષ પછી શનિ-ગુરૂ રહેશે પોતાની રાશિમાં, પર શુ થશે રાશિઓ પર પ્રભાવ નવરાત્રિના શુભ પર્વની આપ સર્વને શુભેચ્છા... આવો જાણીએ આ વખતની નવરાત્રિ 12 રાશિઓ માટે શુ આશીર્વાદ લઈને આવી છે.
શનિવાર, 17 ઓક્ટોબરથી નવ દિવસના દેવીપૂજાના પર્વ નવરાત્રીની શરૂઆત થાય છે. આ તહેવાર 25 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે, 17 મીએ નવરાત્રીની શરૂઆતમાં સૂર્યનુ રાશિ પરિવર્તન પણ બદલાશે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાથી વક્રી બુધ પણ રહેશે. આ કારણોસર, બુધ-આદિત્ય યોગ બનશે. આ સાથે, 58 વર્ષ પછી, શનિ-ગુરુ પણ એક દુર્લભ યોગ બની રહ્યા છે
આ વર્ષે નવરાત્રી નવ દિવસ સુધી ચાલશે. તે જ દિવસે, સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરીને નીચનો થઈ જશે. 17 મીએ બુધ અને ચંદ્ર પણ તુલા રાશિમાં રહેશે. 18 મીએ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ સમગ્ર નવરાત્રિમાં રહેશે.
નવરાત્રિમાં આ વખતે દેવી ઘોડા પર સવાર થઈને આવશે
શનિવારથી નવરાત્રીની શરૂઆત થતાં આ વખતે દેવીનું વાહન ઘોડો હશે. નવરાત્રિ જે વારથી શરૂ થાય છે તેના મુજબ દેવીનુ વાહન નક્કી થાય છે. જો નવરાત્રી સોમવાર અથવા રવિવારે શરૂઆત થાય છે, તો દેવી વાહનની હાથી છે. જો નવરાત્રી શનિવાર અને મંગળવારથી શરૂ થાય છે, તો વાહન ઘોડો જ રહે છે. ગુરુવાર અને શુક્રવારથી નવરાત્રી શરૂ થાય છે ત્યારે દેવી એક ડોલીમાં આવે છે. બુધવારથી નવરાત્રી શરૂ થાય છે ત્યારે દેવીનું વાહન હોડી રહે છે.
મેષ - આ રાશિ માટે લગ્નના યોગ બની શકે છે. પ્રેમમાં સફળતા મળી શકે છે.
વૃષભ - આ લોકોને શત્રુઓ પર વિજ મળશે. સંતાનની ચિંતા, સ્વાસ્થ્યમાં લાભ
મિથુન - સંતાન સુખ મળવાના યોગ બની શકે છે. નોકરીમાં પ્રમોશન અને ધન લાભના યોગ બની શકે છે.