માતાના ગર્ભમાં જન્મ લેવા ઉપરાંત પંચમહાભૂતોના યથાર્થ સુધીની યાત્રા જ જીવનનો નવરંગ છે. બાળપણથી લઈને મરણોપરાંત સુધી જીવનના નવરંગ આ પ્રકૃતિનો જ ભાગ છે. આ અવસ્થાઓ આપણા બધાના જીવનમાં આવે છે અને દરેક અવસ્થા સાથે નવગ્રહ સંબંધ ધરાવે છે. આ જ રીતે નવરાત્રીના નવ રાત્ર જીવનના નવ
પડાવ છે. જેનો સંબંધ નવ જુદા જુદા ગ્રહો સાથે છે. આવો સમજીએ કાળચક્રના આ નવરંગને...
નવરાત્રીના દિવસોમાં નવ દેવીઓનુ જીવનમાં જુદુ જુદુ સ્થાન છે.
1. શૈલપુત્રી - માનવ મન પર અધિપત્ય રાખનારી પ્રથમ દુર્ગા ચંદ્ર સ્વરૂપા દેવી શૈલપુત્રી શાશ્વત જીવનમાં એ નવજાત શિશુનું આ સ્વરૂપ છે જે અબોધ છે, નિષ્પાપ છે જેનુ મન નિર્મલ છે.
ઉપાય - મનોવિકારથી મુક્તિ માટે માં શૈલપુત્રીને સફેદ કરેણના ફુલ ચઢાવો
2. બ્રહ્મચારિણી - તામસિક ઈંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારી બીજી દુર્ગા મંગળ સ્વરૂપ દેવી બ્રહ્મચારિણી શાશ્વત
જીવનમાં એ બાળકનું સ્વરૂપ છે જે હવે મોટો થઈ રહ્યો છે. વિદ્યાર્થી છે અને તેનુ જીવન જ જ્ઞાન સ્વરૂપ છે.
ઉપાય - શક્તિ પ્રાપ્તિ માટે મા બ્રહ્મચારિનીને સિંદૂરનો ચોલા ચઢાવો
કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે.
ઉપાય - સંતાનની સફળતા માટે સ્કંદમાતા પર મહેંદી ચઢાવો.
6. કાત્યાયની - પારિવારિક જીવનનુ નિર્વાહન કરતી ષષ્ટમ દુર્ગા ગુરૂવાર રૂપાદેવી કાત્યાયની શાશ્વત જીવનમાં એ મહિલા અથવા પુરૂષનુ જે પરિવારમાં રહીને પોતાની પેઢીનુ ભવિષ્ય સુધારી રહ્યા છે.
ઉપાય - પારિવારિક સુખ શાંતિ માટે મા કાત્યાયની પર આખી હળદરની ગાંઠ ચઢાવો
7. કાલરાત્રિ - વૃધ્ધાવસ્થાના અનુભવ માટે સપ્તમ દુર્ગા શનિ સ્વરૂપા દેવી કાલરાત્રિ શાશ્વત જીવનમાં એ મહિલા અને સ્ત્રીનું સ્વરૂપ છે જે નાતિન અથવા પૌત્રોનુ સુખ લરી રહી છે અને કાળ સામે લડી રહ્યા છે.
ઉપાય - મૃત્યુ ભયથી મુક્તિ માટે મા કાલરાત્રિ પર કાળા ચણાનો ભોગ લગાવો
8. મહાગૌરી - મૃતાવસ્થાના કપડા પહેરેલ અષ્ટમ દુર્ગા રાહુ સ્વરૂપા દેવી મહાગૌરી શાશ્વત જીવનમાં આ સ્વરૂપ એ મરણોત્તર પ્રાપ્ત વૃદ્ધ મહિલા અથવા પુરૂષનુ છે જે કફન પહેરેલ છે અથવા અર્થી પર સવાર મૃત છે.
ઉપાય - સદ્દગતિની પ્રાપ્તિ માટે માં મહાગૌરીને સૂંઠ ચઢાવો
9. સિદ્ધિદાત્રી - સિધ્ધાર્થ પ્રાપ્ત પંચમહાભૂતમાં વિલીન નવમ દુર્ગા કેતુ સ્વરૂપા સિદ્ધિદાત્રી શાશ્વત જીવનમાં દેહત્યાગ કરી ચુકેલ એ આત્માનું સ્વરૂપ છે જેણે જીવનમાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરીને ખુદને પરમેશ્વરમાં વિલીન કરી લીધુ છે.
ઉપાય - મોક્ષની પ્રાપ્તિ માટે માં સિદ્ધિદાત્રી પર કેળાનો ભોગ લગાવો.