Shardiya Navratri 2021- નવરાત્રિના દિવસોમાં શું ન કરવું - નવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 8 કામ
રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (13:19 IST)
નવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 8 કામ
મા ભવાનીની પૂજા હંમેશા નિયમો સાથે જ કરવામાં આવે છે. નવરાત્રિમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે આ જ કારણ છે કે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે આ 9 દિવસ માતાની પૂજામાં કોઈ ભૂલ ન થવી જોઈએ નહી તો પૂજાનું ફળ મળતુ નથી.
નવરાત્રી માતાની આરાધના કરવાના દિવસો છે. આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તો વ્રત ઉપવાસ કરી માતાની ભક્તિ કરે છે. તેથી આ દરમિયાન કેટલાક એવા કાર્યો છે જે ભક્તોએ ભૂલથી પણ ન કરવા જોઈએ.
નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. એકબાજુ ઉત્તર ભારતના મંદિરોમાં માતા ભગવતીનું પૂર્ણ શ્રૃંગાર સાથે પૂજન કરાય છે. બીજી બાજુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. તો બંગાળમાં ઉજવાતો દુર્ગા ઉત્સવ જુદો જ છે. માતાના મંદિરોમાં વિશેષ રૂપે જમ્મૂના કટરા સ્થિત માતા વૈષ્ણવ દેવીમાં તો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનો મેળો ભરાય છે.
1. વઘાર ન લગાવશો
ઘરમાં જો કોઈ માણસ વ્રત ના રાખે તો પણ એના માટે પણ વઘાર વગરનું ભોજન બનાવવુ જોઈએ. નવ દિવસ સુધી વઘારનો પ્રયોગ ન કરવો.