Diwali 2025 Exact Date: બે દિવસ રહેશે અમાસ, તો જાણો ક્યારે ઉજવાશે દિવાળી 20 કે 21 ઓક્ટોબર ?

ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (15:59 IST)
Diwali 2025 Date: દિવાળીની સાચી તારીખ જાણવા માટે એ જાણવુ જરૂરી છે કે આ તહેવાર કયા દિવસે ઉજવાય છે. તો તમને બતાવી દઈએ કે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યા તિથિ પર ઉજવાય છે. આ વર્ષે આ તિથિ 20 ઓક્ટોબર 2025 ની બપોરે 3 વાગીને 44 મિનિટથી શરૂ થઈને 21 ઓક્ટોબર 2025 ની  સાંજે 5 વાગીને 43 મિનિટ સુધી રહેશે.   એટલે કે અમાસ બે દિવસ આવી રહી છે. જેને લીધે આ તહેવારની તારીખને લઈને કન્ક્યુજન કાયમ છે.  હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારોમાં ઉદયા તિથિને પ્રાથમિકતા આપવામાં આવી છે.  પરંતુ જો ઉદયા તિથિના હિસાબથી જોઈએ તો અમાવસ્યા 21 ઓક્ટોબરના રોજ માન્ય રહેશે.  તો શુ દિવાળી 21 ઓક્ટોબરે ઉજવાશે.. તો ચાલો તમારુ કન્ફ્યુજન દૂર કરીને બતાવીએ દિવાળીની સાચી તારીખ  
 
 
ઉદયા તિથિ શુ હોય છે ? 
ઉદયા તિથિનો મતલબ છે એ તિથિ જેમા સૂર્યોદય એ સમય હાજર રહે. ભલે મોટાભાગના તહેવારો ઉદયા તિથિમાં જ માન્ય  હોય પણ દિવાળીના તહેવાર સાથે એવુ નથી  શાસ્ત્રો મુજબ દિવાળીનો તહેવાર અમાવસ્યાની રાત્રે ઉજવાય છે. તેથી આ પર્વમાં પ્રદોષકાળ વ્યાપિની તિથિ જોવામાં આવે છે.  
 
આ કારણે 20 ઓક્ટોબરે ઉજવાશે દિવાળી 
દિવાલી રાત્રિનો તહેવાર છે અને આ દિવસે મા લક્ષ્મીની પૂજા પ્રદોષ કાળ અને નિશીથ કાળમાં કરવામાં આવે છે. આ બંને જ મુહુર્ત અમાવસ્યા તિથિની સાથે 20 ઓક્ટોબર 2025 ના રોજ મળી રહે છે  આ જ કારણ છે કે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવાશે 21 ઓક્ટોબરે નહી.  કારણ કે 21 તારીખે અમાવસ્યા સાંજે 5.43 વાગ્યા સુધીની જ છે. પણ જે લોકો પોતાની ઓફિસમાં કર્મચારીઓ સાથે પૂજા કરે છે તેઓ 21 ઓક્ટોબરની સવારે લક્ષ્મી પૂજન કરી શકે છે. આવુ એટલા માટે કારણ કે આ દિવસે અમાવસ્યા તિથિ  સાંજે 5 વાગીને 43 મિનિટ સુધી રહેશે.  
તો મિત્રો અમે આશા રાખીએ કે હવે દિવાળીની તારીખને લઈને તમને જે કન્ફ્યુજન હતુ તે દૂર થઈ ગયુ હશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર