Ram navami Violence -મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આજે ફરી પથ્થરમારો થયો છે, વડોદરા શોભા યાત્રા પર છતથી પત્થર ફેંકતા જોવાયા

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (14:05 IST)
Vadodara Riots: વડોદરામાં રામનવમીના અવસરે ખૂબ હિંસા થઈ. શોભા યાત્રા પર ઉપદ્રવીઓએ પત્થર વરસાવ્યા. ઘઅનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ બની છે. હવે પથ્થરબાજીનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
Vadodara Ram Navami: ગુજરાતના વડોદરામાં કાલે ગુરૂવારે રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો છે. આ હિંસાના નવા વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં ઘરના છતથી લોકો શોભાયાત્રા પર પથ્થર ફેંકતા જોવાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સંભાજીનગરમાં આહે ફરી પથ્થમારો થયુ છે. રસ્તા પર પડેલા પથ્થરો એ વાતના સાક્ષી છે કે હિંસા હજુ અટકી નથી. આ પથ્થરબાજીમાં બે સમુદાયના 6 લોકો ઈજાગ્રત થઈ ગયા છે. 
 
રામ નવમીની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ
મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી રામનવમીના ઉત્સવમાં ખલેલ નાખવાની કોશિશ કરી. ઉપદ્રવીઓએ ક્યાં શોભાયાત્રા પર પથ્થરો, પછી ચપ્પલ ફેંક્યા, ત્યારબાદ ભારે હોબાળો થયો. પોલીસે ષડયંત્રનો પર્દાફાશ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે મહારાષ્ટ્રના મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કારણ કે આજે શુક્રવાર છે અને શુક્રવારની નમાજ અતા કરવાની છે.

સંબંધિત સમાચાર

Next Article