રામ મંદિરના 2000 ફીટ નીચે જમીનમાં દબાવવામાં આવશે એક ટાઈમ કૈપ્સૂલ, આ કારણથી લેવામાં આવ્યો નિર્ણય

Webdunia
સોમવાર, 27 જુલાઈ 2020 (11:55 IST)
રામ મંદિર (Ram Mandir Construction)ની જવાબદારી સાચવી રહેલા રામ જન્મભૂમિક તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ  (Ram Janmabhoomi Teertha Kshetra Trust) ના સભ્ય કામેશ્વર ચૌપાલે રવિવારે જણાવ્યુ કે રામ મંદિરના હજારો ફીટ નીચે એક તાઈમ કૈપ્સૂલ દબાવાશે, જેથી ભવિશ્યમાં મંદિર સાથે જોડાયેલ તથ્યોને લઈને કોઈ વિવાદ ન રહે. આ કૈપ્સૂલમાં મંદિરનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલ તથ્યો વઇશે માહિતી હશે.  કામેશ્વર ચૌપાલે ન્યૂઝ એજંસી  ANI ને કહ્યુ, 'રામમંદિરને લઈને ચાલતા સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સંઘર્ષે વર્તમાન તરફ આવનારી પેઢીયો માટે એક સઈખ આપી છે. રાંમ મંદિર નિર્માણ સ્થળના 2000 ફીટ નીચે એક ટાઈમ કૈપ્સૂલ મુકવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈપણ રામ મંદિરના ઈતિહાસનો અભ્યાસ કરવા માંગસહે તઓ તેને રામ જન્મભૂમિ સાથે જોડાયેલ તથ્ય મળી જશે અને તેનાથી કોઈ નવો વિવાદ ઉભો નહી થાય. તેમણે જણાવ્યુ કે કૈપ્સૂલને એક તામ્ર પત્રની અંદર મુકવામાં આવશે. 
 
ટ્રસ્ટમાં દલિત સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે 5 ઑગસ્ટના રોજ થનાર ભૂમિ પૂજન માટ દેશની કેટલીય એવી પવિત્ર નદીઓમાંથી જ્યાં મનાય છે કે ભગવાન રામના ચરણ પડ્યા હતા ત્યાંનું પાણી અને કેટલાંય તીર્થોમાંથી માટી લાવામાં આવી રહી છે. પવિત્ર જળથી ભૂમિ પૂજન દરમ્યાન અભિષેક થવાનો છે.
 
ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અહીં ભૂમિપૂજન કરશે અને પાયાની ઈંટ મુકશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળીની જેમ ભૂમિપૂજનની ઉજવણી કરવાની યોજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસે દેશના તમામ મકાનો અને મંદિરોને દિવાઓથી સજાવવાનુ આયોજન કરવામાં આવશે.
 
ટ્રસ્ટે ગયા સપ્તાહે પોતાની બીજી બેઠક કરી હતી. આ વર્ષે માર્ચમાં ‘રામ લલા’ની મૂર્તિને એક અસ્થાયી જગ્યા પર શિફ્ટ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 નવેમ્રના રોજ કેન્દ્ર સરકારને આ જમીન નિર્માણ માટે આપવાનું કહ્યું હતું તેની જવાબદારી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી છે.

સંબંધિત સમાચાર

Next Article