આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે❓- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ 2022 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છો . પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. રાષ્ટ્રપતિની રેસમાં આ 4 નામ, તેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ , કેરળના ગવર્નર આરિફ મોહમ્મદખાન , કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ્ર ગહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નામ અગ્રેસર છે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નામ રેસમાં સૌથી આગળ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ 2022ના રોજ પૂર્ણ થઈ રહ્યો છો. પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પહેલા ભાજપ અને RSSની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી પછી નામો પર વધુ વિચારણા શરૂ થઈ જશે.