Pawan Khera ની ધરપકડ, કોર્ટની અનુમતિ પછી લઈ જવાશે અસમ

Webdunia
ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (14:35 IST)
Pawan Kheda News: દિલ્હી એયરપોર્ટ પર અસમ પોલીસે પવન ખેડાની ધરપકડ કરી લીધી છે. તેમને રિમાંડ પર લેવા માટે ટૂંક સમયમાં જ કોર્ટમાં રજુ કરવામાં આવશે.  આ પહેલા કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે તેના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાને રાયપુર જનારી ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા જ્યારબાદ કોંગ્રેસ નેતાએ દિલ્હી એયરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા. 
 
 એએનઆઈના મુજબ અસમ પોલીસના આઈજીપી  L&Oએ કહ્યુ કે અસમના દીમા હસાઓ જીલ્લાના હાફલોગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.  મામલાના સિલસિલામાં પવન ખેડાની રિમાંડ લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ. 
 
થોડી વારમા કોર્ટમાં રજુ થશે 
 
અસમ પોલીસના સૂત્રો મુજબ પવન ખેડા વિરુદ્ધ અસમના એક વ્યક્તિએ પ્રધાનમંત્રીના પિતાને લઈને કરવામાં આવેલ ટિપ્પણી મામલે FIR નોંધાવી હતી. જ્યારબાદ અસમ પોલીસે દિલ્હી પોલીસ સાથે સંપર્ક કર્યો છે. અસમ પોલીસ થોડીવારમાં પવન ખેડાને દિલ્હીની સ્થાનિક કોર્ટમાં રજુ કરશે. 
 
આ પહેલા દિલ્હી પોલીસે કહ્યુ હતુ કે અસમ પોલીસને તેમને રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જ્યારબાદ કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હી એયરપોર્ટ પર પ્લેનમાં ચઢવાથી રોકવામાં આવ્યા. 

<

मुझे कहा गया कि आपके सामान को लेकर कुछ समस्या है, जबकि मेरे पास केवल एक हैंडबैग है।

जब फ्लाइट से नीचे आया तो बताया गया कि आप नहीं जा सकते हैं। फिर कहा गया- आपसे DCP मिलेंगे।

मैं काफी देर से इंतजार कर रहा हूं। नियम, कानून और कारणों का कुछ अता-पता नहीं है।

: @Pawankhera जी pic.twitter.com/637WUlBDpJ

— Congress (@INCIndia) February 23, 2023 >

સંબંધિત સમાચાર

Next Article