300 પેસેંજર્સનો આબાદ બચાવ, US થી દિલ્હી આવી રહી હતી એયર ઈંડિયાની ફ્લાઈટ, સ્વીડનમાં ઈમરજેંસી લૈંડિગ

બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (10:49 IST)
Air India Flight: એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું સ્વીડનની રાજધાની સ્ટોકહોમ એરપોર્ટ પર ટેક્નિકલ ખામી સર્જાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ 300 મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થતાં સ્ટોકહોમ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.
 
એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું લંડનમાં પણ ઈમરજન્સી લેન્ડિંગ  
આ પહેલીવાર નથી જ્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટને બીજા દેશમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોય. બે દિવસ પહેલા ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તે સમયે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે સમયે એરક્રાફ્ટ નોર્વેના એરસ્પેસની ઉપર હતું. એર ઈન્ડિયાની તે ફ્લાઈટમાં પણ 350 મુસાફરો સવાર હતા. તે ન્યૂયોર્કથી દિલ્હીની નોન-સ્ટોપ ફ્લાઈટ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર