આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. દર વર્ષે ભારતમાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક સીવી રમને રમન ઈફેક્ટની જાહેરાત કરી હતી જે માટે તેમણે 1930માં નોબલ પુરસ્કાર મળ્યો હઓત્ ભારત સરકરે 1986માં નક્કી કર્યુ કે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ સીવી રમન દ્વારા રમન ઈફ્કેટની શોધના માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. આ વખતની થીમ છે મહિલાઓ અને વિજ્ઞાન. આ દિવસે દેશભરમાં વિજ્ઞાન અને નવોન્મેષને પ્રોસ્તાહિત કરવા અને તેના મહત્વને બતાવવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આ દિવસે સીવી રમન સહિત મહાન વૈજ્ઞાનિકને યાદ કરવામાં આવે છે.
વર્ષ 1986માં NCSTC એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે નિયુક્ત કરવા કહ્યું હતું. આ દિવસ હવે સમગ્ર દેશમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક, વૈજ્ઞાનિક, તકનીકી, તબીબી અને સંશોધન સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે.
પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 1987ના રોજ ઉજવવામાં આવ્યુ હતુ. જો કે આ દિવસે સીવી રમનની ઉપલબ્ધિને લઈને જ શરૂ થયો તેથી તેના વિશે જાણવુ ખૂબ જરૂરી છે. સીવી રમનનુ આખુ નામ હતુ ચંદ્રશેખર વેંકટ રમન. તેમનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુચિલાપલ્લીમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકીના લેક્ચરર હતા. તેમણે વિશાખાપટ્ટનમના સેંટ એલૉયસિસએંગ્લો ઈંડિયન હાઈસ્કૂલ અને તત્કાલીન મદ્રાસના પ્રેસીડેંસી કોલેજથી અભ્યાસ કર્યો હતો. પ્રેસીડેન્સી કોલેજથી તેમણે 1907માં એમએસસી પુર્ણ કર્યુ. યૂનિવર્સિટી ઑફ મદ્રાસમાં તેમ
પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે NCSTC એ વિજ્ઞાન સંચાર અને લોકપ્રિયતાના ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રયત્નોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન લોકપ્રિયતા પુરસ્કારોની જાહેરાત કરી હતી.
1954માં ભારત સરકરે તેને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માઇત કર્યા. ભૌતિકીમાં નોબલ પુરસ્કાર મેળવનારા તેઓ ભારતના જ નહી પણ એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા.
રિટાયરમેંટ પછી તેમણે બેંગલુરૂમાં રમન રિસર્ચ ઈંસ્ટીટ્યુટ સ્થાપિત કર્યુ. 21 નવેમ્બર 1970ના રોજ તેમનુ નિધન થઈ ગયુ.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે શાળા અને કોલેજમાં શિક્ષક અનેક પ્રકારના સવાલોનો જવાબ આપીને વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાન અને રૂચિને પ્રોત્સાહિત કરવામાં આવે છે નેશનલ સાયંસ સેંટરમાં પહોંચીને આ દિવસના મહત્વ અને રમણ પ્રભાવ વિશે પણ વિસ્તારથી જાણી શકાય છે.