આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં સામેલ થયા

Webdunia
બુધવાર, 14 ડિસેમ્બર 2022 (15:27 IST)
રાહુલ ગાંધી અને આરબીઆઈના પૂ્ર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં
ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારના સવારે કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા.
 
કૉંગ્રેસ પાર્ટી તરફથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રઘુરામ રાજન રાજ્થાનમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પગપાળા ચાલતા જોઈ શકાય છે.
 
આ યાત્રામાં કૉંગ્રેસની સાથે કેટલીક જાણીતી સેલેબ્રિટીઝ જોડાઈ ચૂકી છે. તેમાં અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક પૂજા ભટ્ટ, સામાજિક કાર્યકર મેધા પાટકર, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને બૉક્સર વિજેન્દરસિંહ જેવી સેલેબ્રિટીઝ જોડાઈ ચૂકી છે.
 
ભારત જોડો યાત્રાનો રાજસ્થાનમાં દસમો દિવસ છે. બુધવારના યાત્રા સવાઈ માધોપુરના ભાડોતીથી શરૂ થઈ અને દૌસા જિલ્લામાં પ્રવેશ કરશે.
 
16 ડિસમેબરના દૌસામાં યાત્રાનો સોમો દિવસ હશે. ભારત જોડો યાત્રા કાશ્મીરના શ્રીનગરમાં પૂરી થશે.
 
માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રા આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર કાશ્મીર પહોંચશે.
 

સંબંધિત સમાચાર

Next Article