રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડીને કહ્યું- 'ફડણવીસજી વાંચી લે'

ગુરુવાર, 17 નવેમ્બર 2022 (18:22 IST)
રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડીને કહ્યું- 'ફડણવીસજી વાંચી લે'
 
ભારત જોડો યાત્રા પર નીકળેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર તરફથી અંગ્રેજોને લખાયેલો પત્ર દર્શાવીને ભાજપને ઘેરવાની 
 
કોશિશ કરી હતી.
 
રાહુલ ગાંધીએ કહ્યું, "આ મારા માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. આ સાવરકરજીનો પત્ર છે, જે તેમણે અંગ્રેજોને લખ્યો છે. હું તેની અંતિમ લાઇન વાંચવા માગું છું, જે 
અંગ્રેજીમાં લખેલી છે. હિન્દીમાં તેનો અનુવાદ છે- 'સાહેબ, હું તમારો નોકર રહેવા માગું છું.'
 
"આ મેં નહીં સાવરકરજીએ લખ્યું છે. જો ફડણવીસ જોવા માગે તો પણ જોઈ લેય. હું સ્પષ્ટ છું કે સાવરકરજીએ અંગ્રેજોની મદદ કરી હતી."
 
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે "તેઓ (વર્તમાન સમયમાં) બે સમસ્યા જોઈ રહ્યા છે. પહેલી કે યુવાઓ સાથે નોકરી મળવાનું આશ્વાસન નથી અને ખેડૂતોને ક્યાંયથી પણ મદદ મળતી નથી."
"ત્રીજી સમસ્યા એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચી રહ્યા છે અને સરકારી સ્કૂલ, કૉલેજ અને હૉસ્પિટલ બંધ થઈ રહ્યાં છે, તો પૈસા ક્યાં જઈ રહ્યા છે?"
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર