દેશમાં કોલસાની સપ્લાયમાં ઘટાડો નોંધાતા જલ્દી જ વીજ સંકટ ઉભુ થઇ શકે છે. દેશમાં જો આ વસ્તુઓ જલ્દી ઠીક ન થઇ તો ચીનની જેમ આપણે પણ આ પ્રકારની સમસ્યાથી ઝઝૂમવું પડી શકે છે. સાથે જ અર્થવ્યવસ્થા પર અસર નાંખશે.
ભારતમાં વીજળીની અછત સર્જાય તેવા ભણકારા 72 થર્મલ પાવર સ્ટેશન પાસે ગણતરીનો કોલસો બચ્યો સમગ્ર દેશમાં કુલ 33 ટકા વીજળીની અછત સર્જાઇ શકે છે ભારતમાં વીજળીની મોટા પ્રમાણમાં અછત આવે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સંગ્રહ કરેલા કોયલાની માહિતી મળ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા આ મામલે ચેતવણી આપી દેવામાં આવી છે.
વીજળી થઇ શકે મોંઘી
દેશના ઘણા રાજ્યોમાં પહેલાથી વધારે મોંઘી થઇ શકે છે. દેશની 70% વસ્તીને પહોંચનારી વીજળી પેદા કરવામાં કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં જો સપ્લાય ઓછો હશે તો વીજળીની કિંમતોમાં વધારો થઇ શકે છે.