મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકાના કારણે અફરાતફરી મચી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના હિંગોલીમાં એક પછી એક ભૂકંપના બે આંચકાઓને કારણે ગભરાટ ફેલાયો છે.
ભૂકંપનો પહેલો આંચકો સવારે 6.08 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.5 હતી, જ્યારે બીજો આંચકો 6.19 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અખાડા બાલાપુર વિસ્તાર હતો. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.