Video: 'શું તારા બાપની ઓટો સમજે છે, ચપ્પલથી મારીશ', બેંગલુરુમાં મહિલાએ રાઈડ કરી કેન્સલ તો ઓટો ડ્રાઈવરે લાફો માર્યો

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (23:00 IST)
bengaluru auto driver assault

  બેંગલુરુમાં, એક ઓટો ડ્રાઈવરે એક મહિલાને લાફો માર્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો કારણ કે તેણે  પોતાની ઓટો રાઈડ કેન્સલ કરી દીધી હતી. મહિલાએ આખી ઘટના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવી છે.
<

The safety of women is of utmost importance. If, in broad daylight, this individual was able to assault two women merely for canceling a ride due to an issue, one can only imagine the potential dangers he could pose in more secluded settings. Bangalore City Police, it is… pic.twitter.com/FVikEPcoJH

— Karnataka Portfolio (@karnatakaportf) September 5, 2024 >
રીપોર્ટ અનુસાર, આ ઘટના બુધવારે બની હતી, જ્યારે મહિલા અને તેના મિત્રએ ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ પર બે ઓટો બુક કરી હતી. ઘટનાનું વર્ણન કરતાં, મહિલાએ પોસ્ટમાં લખ્યું, 'ગઈકાલે બેંગલુરુમાં, મારા મિત્ર અને મેં પીક અવર્સને કારણે ઓલા પર બે ઓટો બુક કરી. જ્યારે મારી બુક કરેલી ઓટો વહેલી પહોંચી તો તેણે  મિત્રની ઓટો રદ કરી દીધી. ત્યારબાદ  બીજા ઓટો ચાલકે ગુસ્સામાં અમારો પીછો કર્યો. પરિસ્થિતિ સમજાવવા છતાં તેણે બૂમો પાડવાનું અને મારવાનું શરૂ કર્યું.
 
ઓટો ચાલક ગાળો બોલવા લાગ્યો
મહિલાએ કહ્યું, 'ડ્રાઈવરે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને પૂછવા લાગ્યો કે શું આ ઓટો  તારા બાપની છે અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા લાગ્યો. મેં રેકોર્ડિંગ શરૂ કર્યું, જેનાથી તે વધુ ગુસ્સે થયો. જ્યારે મેં તેને જાણ કરવાનું કહ્યું, તો ગભરાવાને બદલે તેણે મને પડકારવાનું શરૂ કર્યું. મહિલાનો આરોપ છે કે આ પછી ઓટો ડ્રાઈવરે તેનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો.

સંબંધિત સમાચાર

Next Article