ભક્તો અહીં કેળાનાં એઠાં પાન ઉપર કેમ આળોટે છે? વિવાદ કેમ થઈ રહ્યો છે?

શારદા વી

બુધવાર, 29 મે 2024 (15:58 IST)
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચએ કરૂર મંદિરમાં એઠાં કેળાંનાં પાન પર આળોટવાની પ્રથા પર મૂકવામાં આવેલી રોક હઠાવી લીધી છે.
 
મદુરાઈ બેન્ચના જજ જી. આર. સ્વામીનાથને ચુકાદા આપતાં કહ્યું કે 'સામુહિક ભોજન સમારંભમાં ભક્તો જે કેળાનાં પાન પર જમે છે તેની ઉપર આટોળવાથી આધ્યાત્મિક લાભ મળે કે કેમ એ જે-તે વ્યક્તિની આધયાત્મિક પસંદગીની બાબત છે.' કોર્ટના આ ચુકાદાના કારણે વિવાદ છેડાયો છે.
 
શું છે પ્રથા?
શ્રી સદાશિવા બ્રહ્મેન્દ્ર સભાના સેક્રેટરી એન એસ નરસિંહ્મન 
આ પ્રથા તામિલનાડુના કરૂર જિલ્લાના નેરૂર ગામમાં સ્થિત 'શ્રી સદાશિવા બ્રહ્મેન્દ્ર જીવ સમીતિ'માં અનુસરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જાણિતા યોગી સદાશિવા બ્રહ્મેન્દ્રની પૃણ્યતિથિએ છ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે.
 
આ પ્રથા તામિલનાડુના કરૂર જિલ્લાના નેરૂર ગામમાં સ્થિત 'શ્રી સદાશિવા બ્રહ્મેન્દ્ર જીવ સમીતિ'માં અનુસરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જાણિતા યોગી સદાશિવા બ્રહ્મેન્દ્રની પૃણ્યતિથિએ છ દિવસનો ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવે છે.
 
આ દરમિયાન નેરૂર નામની જગ્યાએ એક મોટા ભોજનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો એક સાથે કેળાનાં પાન પર ભોજન લે છે અને એ એઠાં પાન પર અન્ય ભક્તો આળોટે છે.
 
આવું કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાનું ભક્તોનું માનવું છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં નેરૂર શ્રી સદાશિવા બ્રહ્મેન્દ્ર સભાના સેક્રેટરી એન. એસ. નરસિંહ્મન કહે છે કે, "બ્રહ્મેન્દ્ર પુથ્થુકોટ્ટાઈના રાજા થોન્ડાઈમનના આધયાત્મિક ગુરુ હતા. એવું માનવામાં આવે છે કે 17મી સદીમાં બ્રહ્મેન્દ્રએ જીવતા સમાધી લીધી હતી."
 
"આ સભા અને તેની પ્રથાઓ છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. માર્ગો પર ભોજન પીરસરવામાં આવે છે. ભક્તો એવું માને છે કે બ્રહ્મેન્દ્ર આ ભંડારામાં આવીને ભોજન કરે છે. અહીં કોઈ પણ પ્રકારની જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવામાં આવતો નથી. આ વખતે બ્રાહ્મણો સૌથી પહેલા આળોટ્યા હતા."
 
તામિલનાડુના સાલેમ જિલ્લાના ઓડિયાથુરમાં આવેલા વીરૂપક્ષીશ્વિર મંદિરમાં પણ આ પરંપરા અનુસરવામાં આવે છે.
 
કોર્ટના ચુકાદા
આ પ્રથા તામિલનાડુના કરૂર જિલ્લાના નેરૂર ગામમાં સ્થિત શ્રી સદાશિવા બ્રહ્મેન્દ્ર જીવા સમીતિમાં કરવામાં આવે છે. 
 
કર્ણાટકના મેંગલુરુસ્થિત સુબ્રામણ્યમ સ્વામી મંદિરમાં આ પ્રથા અનુસરવામાં આવતી હતી, જેમાં બીજી જ્ઞાતિના લોકો બ્રાહ્મણોએ કેળાનાં જે પાન પર ભોજન લીધું હોય એમાં આળોટતા હતા. બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી સહિતના લોકોએ તે વખતે આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
 
આ આંગેનો કેસ કર્ણાટક હાઇકોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે આ પ્રથા પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીકર્તાએ દલીલ કરી હતી કે આ પરંપરા જાહેરવ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યની વિરુદ્ધ છે. સામેના પક્ષની દલીલ હતી કે 500 વર્ષ જુની પરંપરા બદલવી જોઈએ નહીં. પરંતુ જસ્ટીસ મદન લોકુર આ દલીલ સાથે સહમત નહોતા અને તેમણે આ પરંપરાને આભડછેટનો એક પ્રકારનો ગણીને તેની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
 
સાલ 2015માં દલિત સમાજની એક વ્યક્તિ તામિલનાડુમાં આ સંદર્ભનો કેસ દાખલ કર્યો હતો. કરૂર જિલ્લા કલેક્ટરે આ કેસમાં જુબાની આપી હતી કે કોઈ પણ પ્રકારની આભડછેડ નથી, કોઈ પણ જ્ઞાતિ સાથે ભેદભાવ કરવામાં નહીં આવે અને દરેક જ્ઞાતિના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. બે જજની બેન્ચએ આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને બેન્ચે આ પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
 
શા માટે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે?
નવીન કુમારના વકીલ રામાગુરૂ 
 
જોકે, 2015માં જે ચુકાદો આવ્યો હતો તેની વિરુદ્ધ નવીન કુમારે કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે 2015નો ચુકાદો અમાન્ય છે કારણ કે ચુકાદો આપતી વખતે કોર્ટે ભક્તો અને બ્રહ્મેન્દ્ર સભાના ટ્રસ્ટીઓનાં મંતવ્યો લીધાં નહોતાં. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના સંવિધાનના આર્ટિકલ 25 (1) અનુસાર દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ ધર્મ પાળવાનો અધિકાર છે.
 
નવીન કુમારના વકીલ રામાગુરુ કહે છે કે 'આ પરંપરા સામે સાલ 2015માં જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે ખોટો હતો.'
 
જાતિગત ભેદભાવનો આધાર રાખીને 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આ પ્રથાને બંધ કરવાની માગ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રે કોર્ટને જણાવ્યું હતું કે "ઉત્સવ દરમિયાન જાતિગત ભેદભાવ થયો હોવાનું સામે આવ્યું નથી. પ્રથાના કારણે વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચે છે એવો દાવો કઈ રીતે કરી શકાય?"
 
એમણે એવો દાવો પણ કર્યો હતો કે "જો આ પ્રથાથી આરોગ્યને જોખમ હોય તો ઘરથી બહાર નીકળવામાં પણ આરોગ્યને જોખમ છે."
 
જસ્ટીસ જી આર સ્વામીનાથનએ દલીલો સાંભળ્યા બાદ પ્રથા પર મૂકવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
 
તેમણે કહ્યું, "વ્યક્તિ પોતાની આધયાત્મિક ઇચ્છા પોતાને ગમે એ રીતે જાહેર કરી શકે છે. જો કે આમ કરવામાં બીજા લોકોના અધિકારો અને સ્વતંત્રતા પર અસર ન થવી જોઈએ. જ્યાં સુધી કોઈ નિયમભંગ ન થાય ત્યાં સુધી સરકાર અથવા કોર્ટ વ્યક્તિના આચરણ પર હસ્તક્ષેપ ન કરી શકે."
 
કોર્ટે વધુમાં જણાવ્યું કે પ્રાઇવસી માત્ર શારીરિક અને લિંગ પૂરતી મર્યાદિત ન રાખી શકાય. આધયાત્મિક માન્યતાઓ અને આચરણો પણ પ્રાઇવસીનો ભાગ છે.
 
કોર્ટે અગાઉના ચુકાદાને ફગાવી દીધો હતો જેમાં આ પ્રથાને બીજા ભેદભાવપૂર્ણ વિધિઓ સાથે સરખાવવામાં આવી હતી.
 
સાલ 2015માં આપવામાં આવેલા ચુકાદાને ટાંકીને જજે કહ્યું કે, "કોર્ટ સમક્ષ કોઈ પણ પુરાવા હાજર કરવામાં આવ્યા નથી જેનાથી સાબીત થાય કે બંધારણની આર્ટિકલ 17 પ્રમાણે જે માનવગરિમાની વાત કરવામાં આવી છે, તેનું ઉલ્લંધન થયું છે. બીજી બાજુ કોર્ટ સમક્ષ જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે કે કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ થયો નથી."
 
"મુરુગનના ઘણા ભક્તો પોતાની પ્રાર્થના પૂર્ણ કરવા માટે જીભ, હોઠ અથવા પીઠની ચામડીમાં નાની હુક્સ વીંધીને તેમની ભક્તિ વ્યક્ત કરે છે. તેવી જ રીતે અમ્માનના ભક્તો ફાયર-સ્ટેપિંગ અને ફાયર પોટ લિફ્ટિંગમાં કરે છે. આ તમિલ ધાર્મિક સંસ્કૃતિના અભિન્ન પાસાં છે."
 
આ ચુકાદો અમાન્ય છે
મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ કે. ચંદ્રુ આ ચુકાદાથી ખુશ નથી.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "કેળાનાં એઠાં પાન પર આળોટવું એ મૂળભૂત અધિકાર છે, એ કઈ રીતે માની લઈએ?"
 
"લોકોની દરેક માન્યતાને પ્રથામાં નહીં બદલી શકાય. બંધારણના આર્ટિકલ 25માં રાઇટ ટુ રિલિજિયન એક મૂળભૂત અધિકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં પણ જાહેરવ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યની શરત મૂકવામાં આવી છે. જો કોઈ પ્રથા જાહેર આરોગ્ય માટે જોખમી છે કે સરકાર તેની ઉપર પ્રતિબંધ મૂકી શકે છે અને કોર્ટ તે આદેશને લાગુ કરી શકે છે."
 
"કોવિડના સમયગાળામાં મંદિરોમાં દરેક પ્રથાઓ ચાલતી હતી પરંતુ ભક્તોને મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. હવે આ સંજોગોમાં જો કોઈ વ્યક્તિ કોર્ટમાં એમ કહે કે, ચેપ લાગી જાય તો કઈ નહીં પરંતુ મંદિર જવા માટેની પરવાનગી આપો. મારા માટે મારી ભક્તિ વધુ મહત્ત્વની છે. શું કોર્ટ એ વ્યક્તિને પરવાનગી આપી હોત?"
 
જસ્ટીસ સ્વામીનાથન પોતાના ચુકાદામાં કહે છે, "કેરળના શબરીમાળામાં જતા ભક્તો પ્રદક્ષિણા કરતા હોય છે. પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો એ ભાગનો ઉલ્લેખ નથી કર્યો જેમાં કહેવામાં આવ્યું કે શબરીમાળામાં મહિલાઓને પણ પ્રવેશ આપવો જોઈએ."
 
દ્રવિડ કઝગમે ચુકાદાને વખોડી
કે વીરામણી
ઇમેજ કૅપ્શન,કે વીરામણી
દ્રવિડ કઝગમના પ્રમુખ કે. વીરામણીએ પ્રશ્ન કર્યો છે કે શું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ કોઈ નિર્ણય આપી શકે છે?
 
શું હાઈકોર્ટ પાસે સત્તા છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને તેઓ ફેરવી શકે છે? શું એ ગુનો નથી કે હાઈકોર્ટનો જજ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઉપરવટ જઈને ચુકાદો આપે કે આ મૂળભૂત ધાર્મિક અધિકાર છે અને તેને અવગણી ન શકાય?
 
શું તેમને લાગે છે કે તેમની પાસે સુપ્રીમ કોર્ટ કરતાં વધુ શક્તિઓ છે. જજ સામે કાયદકીય પગલાં લેવા જોઈએ. સંવિધાનની આર્ટિકલ 51 કહે છે કે દરેક નાગિરકની મૂળભૂત ફરજ છે કે વૈજ્ઞાનિક ભાવના, માનવતા, સુધારા અને પ્રશ્નો કરવાનો અધિકાર આપે છે.
 
કાયદાકીય નિષ્ણાતો માને છે કે સુપ્રીમ કોર્ટે કોઈ કેસમાં ચુકાદો આપ્યો છે તે હાઈકોર્ટ એ કેસમાં ફરી ચુકાદો ન આપી શકે પરંતુ કેટલાક કેસમાં તેનો પ્રકાર અને ચુકાદાને ધ્યાનમાં રાખીને જજ તેના પર નિર્ણય લઈ શકે છે.
 
આ મામલે ચુકાદો આપનાર મદ્રાસ હાઈકોર્ટના જજ જી આર સ્વામીનાથન સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. દ્રવિડ કઝગમના નેતા કોલ્લાથુર મણિએ ફરિયાદ દાખલ કરતાં કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટએ આ મુદ્દે જે નિર્ણય આપ્યો છે તે બંધારણની વિરુદ્ધ છે.
 
સુપ્રીમ કોર્ટે આ મામલે હજી સુધી કોઈ ટિપ્પણી આપી નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર