Atishi રાષ્ટ્રીય રાજધાની માટે પાણી છોડવાની માંગ સાથે અનિશ્ચિત સમયના ઉપવાસ પર ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીને મંગળવારે સવારે તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ આ જાણકારી આપી.
AAPએ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે મંત્રીને લોક નાયક (LNJP) હોસ્પિટલના ઇમરજન્સી ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું, "જળ સંસાધન મંત્રી આતિશીની તબિયત બગડી હતી." મધ્યરાત્રિએ તેમનું શુગર લેવલ ઘટીને 43 અને સવારે 3 વાગ્યે 36 થઈ ગયું, ત્યારબાદ LNJP હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી.
તેમણે કહ્યું, "તેમણે છેલ્લા પાંચ દિવસથી કંઈ ખાધું નથી અને તેઓ હરિયાણા સરકાર પાસે દિલ્હીના હિસ્સાનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે."