અસમના નાગાવ વિસ્તારના એક ઘરના ટોયલેટમાંથી એક સાથે 35 સાપ બહાર આવવા લાગ્યા.
આ દ્રશ્ય જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા. સાપ પકડનારને તાકીદે બોલાવીને મામલો થાળે પાડ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આસામના નાગાંવ જિલ્લામાં એક ઘરના નવા શૌચાલયમાંથી એક પછી એક 35 સાપ બહાર આવતા જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ANI અનુસાર, આ ઘટના નાગાંવ જિલ્લાના કાલિયાબોર શહેરમાં બની હતી. જોત જોતામાં આ ઘટના પરિવારજનો માટે જ નહીં પરંતુ વિસ્તારના લોકો માટે પણ કુતૂહલનો વિષય બની છે. અને જ્યારે ત્યાંના રહેવાસીઓએ તેમને જોયા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.
અહેવાલો અનુસાર, સાપને બહાર આવતા જોઈને લોકો ચોંકી ગયા હતા. આ પછી કોઈ રીતે સાપ પકડનારને બોલાવવામાં આવ્યો. સંજીબ ડેકા નામના યુવકે એક ટબમાં આ સાપોને બચાવ્યા હતા. સંજીબ ડેકાએ બચાવ પછી જણાવ્યું હતું કે કાલિયાબોર વિસ્તાર નજીક કુવારિતાલ ચરિયાલી સ્થિત એક નવા બનેલા ઘરના શૌચાલયમાંથી સાપ મળી આવ્યા હતા.
ડેકાએ વધુમાં કહ્યું, "ઘરના માલિકે મને સાપ વિશે જણાવ્યું અને હું ઘટનાસ્થળે પહોંચ્યો. મેં તે જગ્યાએ ઘણા સાપને રગડતા જોયા. મેં ઘરના ટોયલેટમાંથી લગભગ 35 સાપ સરકતા જોયા. બાદમાં મેં તેમને જંગલમાં છોડી દીધા. "
<
#WATCH | Around 35 snakes crawl were found in a house in the Kaliabor area of Assam's Nagaon district.