હરિયાણાના સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ખેડૂતનું મોત હાર્ટ એટેકથી થયું છે. જો કે અન્ય જાણકારી પોસ્ટમોર્ટમ થયા પછી આપવામાં આવશે.
કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતોએ સોમવારે એટલે આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. આ દરમિયાન ખેડૂતો જુદા જુદા હાઈવે પર ચક્કા જામ કરશે અને સાથે જ રેલવે લાઈનો પણ અવરોધશે. ખેડૂતો સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચક્કા જામ કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ,લેફ્ટ પાર્ટીઓ, આરજેડી, બીએસઈ અને એસપી સહિત દેશની લગભગ દરેક વિપક્ષી પાર્ટીએ સમર્થન આપવાનુ એલાન પહેલાથી જ કરી દીધુ છે.
- લાલ કિલાના બન્ને કેરિજવેને બંધ કરી નાખ્યુ છે છત્તારેલ અને સુભાષ માર્ગ બન્ને સાઈડ બંધ છે.
- ખેડૂતોના વિરોધના કારણ યૂપીથી ગાજીપુરની તરફ યાતાયાત બંદ કરી નાખ્યુ છે.