bharat bandh Today- ભારત બંધની અસર- દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો

સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (12:09 IST)
કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતોએ સોમવારે એટલે આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. આ દરમિયાન ખેડૂતો જુદા જુદા હાઈવે પર ચક્કા જામ કરશે અને સાથે જ રેલવે લાઈનો પણ અવરોધશે. ખેડૂતો સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચક્કા જામ કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ,લેફ્ટ પાર્ટીઓ, આરજેડી, બીએસઈ અને એસપી સહિત દેશની લગભગ દરેક વિપક્ષી પાર્ટીએ સમર્થન આપવાનુ એલાન પહેલાથી જ કરી દીધુ છે. 
- લાલ કિલાના બન્ને કેરિજવેને બંધ કરી નાખ્યુ છે છત્તારેલ અને સુભાષ માર્ગ બન્ને સાઈડ બંધ છે. 
- ખેડૂતોના વિરોધના કારણ યૂપીથી ગાજીપુરની તરફ યાતાયાત બંદ કરી નાખ્યુ છે. 
- પુસ્તા માર્ગ, લોની રોડ, આનંદ વિહાર, અપ્સર બાર્ડર ટિકરી કાપસહેડા પર વાહનોનો દબાણ 
- વિકાસ માર્ગ ITO રેડલાઈટ પર વેટિંગ ટાઈમ વધ્યુ. બાહરી રિંગ રોડ પર સરાય કાલે ખાંથી રાજધાટના વચ્ચે વાહનોના દબાણ, મુખ્ય વઝીદારાબાદ રોડ પર જામ 
- - ભારત બંધને જોતા ખેડૂતોએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો.
- દિલ્હી ટ્રાફિક પોલીસે વિરોધને જોતા ગાઝીપુર બોર્ડર બંધ કર્યુ .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર