ખેડૂતોના ભારત બંધથી જામ થયુ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, અહી ટ્રેનો પણ થંભી, જાણો કયો રૂટ છે ચાલુ

સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (11:13 IST)
ત્રણ નવા કૃષિ કાયદાના એક વર્ષ પૂર્ણ થવા આવ્યુ તેને લઈને ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધની મોટી અસર જોવા મળી રહી છે. તેના કારણે એક તરફ દિલ્હીની સરહદો પર ભારે ટ્રાફિક જામ થયો છે, તો બીજી તરફ ઘણા શહેરોમાં ટ્રેનો પણ અટકી ગઈ છે. દિલ્હીથી ઉત્તરપ્રદેશને જોડતી ગાઝીપુર સરહદ ખેડૂત આંદોલનકારીઓએ બંધ કરી દીધી છે.
 
બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસે પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે. જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. આંદોલનકારીઓ વાહન વ્યવહાર ખોરવી રહ્યા છે.
 
દિલ્હી ટ્રાફિક પોલીસે આ માર્ગ પર ચાલતા વાહનોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કર્યું છે કે નેશનલ હાઇવે 9 અને નેશનલ હાઇવે 24 ખેડૂતોના આંદોલનને કારણે બંને બાજુથી  બંધ છે. યુપીથી આવતા અને યુપીથી આ રૂટ દ્વારા જતા લોકોએ આ માર્ગને બદલે અન્ય માર્ગો પરથી પસાર થવું જોઈએ. દિલ્હી ટ્રાફિક પોલીસે સલાહ આપી છે કે યુપીથી આવતા અને જતા લોકોએ DND, વિકાસ માર્ગ, સિગ્નેચર બ્રિજ, વજીરાબાદ રોડ વગેરેમાંથી પસાર થવું જોઈએ.
 
યુપીથી ગાઝીપુર બોર્ડર પર આવતા વાહનોને દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં મહારાજપુર બોર્ડર, અપ્સરા બોર્ડર અને ભોપુરા બોર્ડર પરથી પસાર થવાની સલાહ આપવામાં આવી છે. ભારત બંધના ભાગરૂપે ખેડૂતોએ સોમવારે સવારે 6 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેની ઉપરની લેન બંધ કરી દીધી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ સાંજે 4 વાગ્યા સુધીમાં આ રસ્તો ખુલ્લો કરી દેશે, ત્યાસુધી પોતાની ઉપસ્થિતિ દર્શવવા તેમણે આવુ  કર્યું છે. ગાઝિયાબાદ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીથી આવતા ટ્રાફિકને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ઇડીએમ મોલ, આનંદ વિહાર અને સૂર્ય નગર નજીકથી વાહનો ગાઝિયાબાદ આવી રહ્યા છે.
 
ખેડૂત આંદોલનને કારણે અનેક જગ્યાએ ટ્રેનો રોકાઈ
 
ખેડૂતોએ સહારનપુર ખાતે લખનઉ-ચંદીગઢ  એક્સપ્રેસ રોકી છે. આ સિવાય અંબાલા બાજુથી આવતી તમામ ટ્રેનો હાલ બંધ છે. રેલવે ટ્રેકના ખેડૂતો અંબાલા આગળ રોપડમાં બેઠા છે. આ સિવાય ખેડૂતોએ મુઝફ્ફરનગરમાં છાપર અને રોહાના ટોલ બ્લોક કર્યા છે. સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર ટ્રાફિક બંધ હતો. ગંગ નેહરના પાટા પરથી નેશનલ હાઇવે દિલ્હી દેહરાદૂનનો ટ્રાફિક કાઢવામાં આવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર