આજે 27 સેપ્ટેમ્બરના દિવસે ગૂગલ તેમનો જનમદિવસ (Google Birthday) ઉજવે છે. ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
ગૂગલના સંસ્થાપક
ગુગલ સર્ચ એન્જિનની સ્થાપના વર્ષ સપ્ટેમ્બર 1998 માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થી લેરી પેજ અને સગી બ્રિનએ કરી હતી. બે પીએચડી વિદ્યાર્થીઓ, લેરી પેજ અને સેર્ગી બ્રિન દ્વારા ગૂગલના ઑફીશીયલ લાંચ કરવાથી પહેલા તેનો નામ Backrub રાખ્યુ હતું. ફરી થોડા સમયની સાથે પછી તેનો નામ ગૂગલ પડયો. જેને આહે આખી દુનિયા આ નામથી ઑળખે છે. Google થી દુનિયાભરમાં દરેક પ્રકારની જાણકારીને શેયર કરવા બનાવ્યો છે.
ગૂગલે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યા વિના તેના જન્મદિવસની તારીખ ઘણી વખત બદલી છે. 2005 સુધીમાં, વેબસાઇટએ 7 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ કંપનીએ ખરેખર 4 સપ્ટેમ્બર, 1998 ના રોજ નિવેશના કાગળો ફાઇલ કર્યા, જોકે તેણે ક્યારેય આ તારીખનો જન્મદિવસ તરીકે ઉપયોગ કર્યો નથી. 2005 થી તે 8 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર અને તાજેતરમાં 27 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ ચિહ્નિત કરે છે.
લોકલ લેંગ્વેજને જોડાયા
ગૂગલ ઘણી વખત તેની પોતાની ખાસ શૈલીના ડૂડલ્સ તૈયાર કરે છે. ગૂગલ તેના ડૂડલ્સ દ્વારા લોકો માટે સમાજમાં યોગદાન આપે છે. તેઓ ડૂડલ્સ દ્વારા તેમની વિશેષ શૈલીમાં લોકોના યોગદાનની પ્રશંસા કરે છે. આજે ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. આજે લોકો ગૂગલ પર 100 થી વધુ ભાષાઓમાં સર્ચ કરી શકે છે. ભારતમાં પણ ગૂગલે પોતાની જાતને સ્થાનિક રીતે તૈયાર કરી છે અને તેમાં ઘણી ભાષાઓ ઉમેરી છે. આજે તમે લેપટોપ અને કોમ્પ્યુટર, મોબાઇલમાં ગૂગલનો ઉપયોગ કરી શકો છો.